તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત બે ખેડૂતોની અટકાયત

ડભોઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સીએમના કાર્યક્રમ અગાઉ અટકાયત કરાયેલા બે કાર્યકર્તાઓ. - Divya Bhaskar
સીએમના કાર્યક્રમ અગાઉ અટકાયત કરાયેલા બે કાર્યકર્તાઓ.
 • લઘુત્તમ કિંમત સરકારે જાહેર કરી છતાં ડભોઇ ખાતે મળતી ન હોવાનો વિરોધ
 • બે દિવસ પૂર્વે પ્રાંત અધિકારીને આવેદન આપી આંદોલનની ચીમકી આપી હતી

ડભોઇ તાલુકાના ખેડૂતોની ડાંગર ખરીદીમાં સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવેલી લઘુત્તમ કિંમત પણ ન મળતા ભારતીય કિસાન સંઘ દ્વારા શનિવારે ડભોઇ નગરમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશેની ગંધ ડભોઇ પોલીસને મળતા સવારથી જ કિસાન સંઘના પ્રમુખ અને એક સક્રિય કાર્યકરની ડભોઇ પોલીસે અટકાયત કરી લીધી હતી. જોકે ઉગ્ર આંદોલનની ચીમકી સાથે બે દિવસ પૂર્વે સંઘ દ્વારા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

ડભોઈ તાલુકામાં હાલ ડાંગર કટીંગ કરી સેકન્ડ ગ્રેડ અને મારફતે ડાંગરની ખરીદી કરવાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી લઘુત્તમ કિંમત પણ ખેડૂતોને એપીએમસી દ્વારા ચૂકવવામાં આવતા તેના વિરોધમાં બે દિવસ પૂર્વે જ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રમુખ સુરેશભાઇ પટેલના નેજા હેઠળ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જો તેઓની આ લઘુત્તમ કિંમતની માગણી સ્વીકારાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી. જે અનુસંધાને એક બાજુ આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાણી પુરવઠા જૂથ યોજનાનો લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ટાણે ડભોઇ ખાતે પધારનાર હોય લખી લો ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવા સંઘના કાર્યકરો ઉમટી પડનાર હોવાની બાતમી ડભોઇ પોલીસને મળી હતી. શનિવારે વહેલી સવારથી જ ભારતીય કિસાન સંઘના પ્રમુખ સુરેશભાઇ પટેલ અને ધર્મ પુરીના મેહુલ પટેલની ઘરે પહોંચી તાત્કાલિક અસરથી અટકાયત કરી પોલીસ મથકે જેર કરી દેવામાં આવ્યા હતા.

આ તબક્કે પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારની નીતિ તો ઘણી સારી છે. પરંતુ સહકારી ક્ષેત્રની નીતિ ખોટી છે. સરકારે એ સમજવું જોઈએ કે શું એમએસપીના નીતિ નિયમો એપીએમસીને લાગતા નથી. એટલું જ નહીં ગુજરાતમાં 2% વટાવ દલાલી હલાલી ક્યાંય નથી. માત્ર ડભોઇ ખાતે જ આ બે ટકા લેવામાં આવ્યા છે. જેમાં પણ ખેડૂતોનું કેવળ શોષણ થઈ રહ્યું છે. આ તમામ બાબતોના અમે વિરોધ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો