માગ:ડભોઇમાં નોટરી એક્ટનો કાયદો સુધારવાની માગ

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ
  • નોટરી વકીલોનું પ્રાંત અધિકારીને આવેદન

ડભોઇ તાલુકા નોટરી એસોસિએશનના વકીલ મંડળ દ્વારા નાયબ કલેક્ટરને કેન્દ્ર સરકારના નવા નોટરી એક્ટ સુધારા સામે વિરોધ નોંધાવી આવેદન પત્ર સુપ્રત કરાયું હતું. નોટરી એકટના કાયદો સુધારવા નોટરી વકીલોએ માગ કરી હતી.

નોટરી એસોસિએશન દ્વારા ડભોઇ સેવાસદન ખાતે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા હાલમાં નોટરી એક્ટમાં સુધારા ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમા સેવાની મહત્તમ મર્યાદા 15 વર્ષ કરવામાં આવી છે, સાથે 5 વર્ષ માં રિન્યુયલનો સમાવેશ કરતાં નોટરી કરતાં વકીલોમાં ભારે રોષ ફેલાયો છે.

જેને કાયદો સુધારો કરવાની માગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. ડભોઇ નોટરી એસોસિએશનના વકીલો દ્વારા કેન્દ્ર સરકારના નોટરીના નવા કાયદાના વિરોધમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર શિવાની ગોયલને આવેદન પત્ર આપી સરકારના નોટરીના નવા કાયદા સામે વિરોધ નોંધાવી આ કાયદામાં સુધારો કરવાની માગ સાથે નોટરી એસોસિએશનના પ્રમુખ લાલજીભાઈ પટેલ, ઉપપ્રમુખ ધનંજયભાઈ જોશી, દિપકભાઈ ગજ્જર, સોહલ વ્યાસ, પી.જે.શાહ,અને રમેશભાઈ ભટ્ટ વકીલો દ્વારા આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. નોટરી એક્ટ સામે વિરોધ દર્શાવી કાયદા મંત્રાલય આ બિલ પાછું ખેચે તેવી માગ કરી હતી. આ સાથે ગાંધીચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...