ભાસ્કર વિશેષ:ડભોઇના સાઠોદ ગામે બનેલા નવીન બગીચાનું લોકાર્પણ

ડભોઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામીજીએ બગીચાનુ લોકાર્પણ કર્યા બાદ તેનુ નામ પ્રમુખ વાટીકા રાખ્યું

ડભોઇ તાલુકાના સાઠોદ ગામે યુવા સરપંચ સુધીરભાઇ બારોટ દ્વારા આગવી સુઝબુઝથી ગામલોકોને સુવુધા અને વિકાસના કાર્યોની પોતાના કાર્યકાળ દરમ્યાન ભેટ ધરી ગામની કાયાપલટ કરી હોય પ્રસંશાને પાત્ર બન્યા હતા. ત્યારે સાઠોદ ગામે બનેલ નવીન બગીચાનુ બીએપીએસના સંતો દ્વારા માજી ધારાસભ્યો સહીત અનેક અગ્રણીઓની હાજરીમાં લોકાર્પણ કરી પ્રમુખ વાટીકા નામકરણ પણ કરાયુ હતુ.

ડભોઇ તાલુકાના સાઠોદ ગામના સરપંચ સુધીરભાઇ બારોટે પોતાના કાર્યકાળ દરમ્યાન ગામની કાયાપલટ કરી અનેક વિકાસના કાર્યો કર્યા હતા. જેમા મુખ્ય કામ ગામના પ્રવેશ દ્વાર પાસે ડભોઇ શિનોર માર્ગ પર જ તળાવ કિનારાના બ્યુટી ફીકેશનની સાથે બગીચો, ફુલઝાડ, લાઇટીંગ અને રસ્તો, સીનીયર સીટીઝન અને મહિલાઓ, બાળકોને ચાલવા માટે અલાયદુ પ્લેટફોર્મ બનાવી ગામ લોકો માટે સુંદર સુવિધા ઉભી કરાઇ હતી. નવીન બનેલ બગીચા અને તળાવના બ્યુટીફીકેશન બાદ લોકોપયોગી માટે તેને ખુલ્લુ મુકવા બી.એ.પી.એસ.ના પ.પુ.સ્વામી આનંદતિર્થ સ્વામી અને પ.પુ.વર્ણનાથ સ્વામીના વરદ હસ્તે પુજાપાઠ બાદ આરતી કરી લોકસેવામાં ખુલ્લુ મુકાયુ હતુ. સ્વામીજીએ બગીચાનુ લોકાર્પણ કર્યા બાદ તેનુ નામ પ્રમુખ વાટીકા રાખ્યુ હતુ.

આ પ્રસંગે સાઠોદ ગામના સરપંચ સુધીરભાઇ બારોટ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ડભોઇના માજી ધારાસભ્ય સિધ્ધાર્થભાઇ પટેલ, ભાજપાના માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઇ પટેલ, ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ સહીત અનેક અગ્રણીઓ અને ગામલોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...