લોકાર્પણ:ડભોઈમાં વધુ 3 એમ્બ્યુલન્સનું લોકાર્પણ, ધારાસભ્યની વિકાસની ગ્રાન્ટમાંથી રૂ. 37.50 લાખના ખર્ચે આયોજન કરાયું

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગર અને તાલુકાની સુખાકારી તેમજ આરોગ્ય સેવાને ધ્યાનમા રાખી ધારાસભ્ય દ્વારા વધુ 3 એબ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. - Divya Bhaskar
ડભોઇ નગર અને તાલુકાની સુખાકારી તેમજ આરોગ્ય સેવાને ધ્યાનમા રાખી ધારાસભ્ય દ્વારા વધુ 3 એબ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ડભોઇ નગર તેમજ તાલુકાના લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતી મળી રહે તે હેતુથી ધારાસભ્ય વિકાસ ગ્રાન્ટમાંથી ડભોઇ વિધાનસભા વિસ્તારના લોકોને વધુ 3 એબ્યુલન્સની ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તરફથી ભેટ મળી છે. રૂા. 37.50 લાખના ખર્ચે નવી 3 એબ્યુલન્સનું ગુરુવારે ડભોઇ વિશ્રામ ગૃહ ખાતેથી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અગાઉ કોરોના કાળ સમય લોકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે અનુંસંધાને ડભોઇની જનતાને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતી મળી રહે તે માટે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અડીખમ છે. ત્યારે અગાઉ 3 ઇકો એબ્યુલન્સના લોકાર્પણ બાદ વધુ 3 એબ્યુલન્સ સેવા શરૂ કરતા વિધાન સભા વિસ્તારમા આનંદની લહેર વ્યાપી છે.

તાજેતરમાં આવેલી 3 અદ્યતન એમ્બ્યુલન્સમાં એક ડભોઇ રેફરલ હોસ્પિટલ એક વરણામા પીએચસી અને એક કેલનપૂર ખાતે આપી છે. તાલુકામા હવે 6 એબ્યુલન્સ સેવાનો લાભ મળશે. આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, અમિતભાઇ સોલંકી, મહામંત્રી વડોદરા જિલ્લા ડો.બી.જે. બ્રહ્મભટ્ટ, ડો. મહેન્દ્રભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, વિકરાંતભાઈ પટેલ, વિશાલ શાહ, બીરેન શાહ, ડો. સંદીપ શાહ સહિત મોટી સંખ્યામા તાલુકા અને નગરના ભાજપ અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના તબીબો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...