તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પણસોલી નજીક ડી.સી. ડ્રાય કેમિકલ કંપનીમાં આગ લાગી

ડભોઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ પણસોલી ગામ નજીક ડી.સી. ડ્રાય કેમિકલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમ્પસના સ્ટોરેજ રૂમમાં સાંજના સમયે ભયંકર આગ લાગી હતી. નગર પાલિકાના લાશ્કરો આગ પર કાબુ મેળવ્યો હતો. - Divya Bhaskar
ડભોઇ પણસોલી ગામ નજીક ડી.સી. ડ્રાય કેમિકલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમ્પસના સ્ટોરેજ રૂમમાં સાંજના સમયે ભયંકર આગ લાગી હતી. નગર પાલિકાના લાશ્કરો આગ પર કાબુ મેળવ્યો હતો.
 • ડભોઇ પાલિકાના ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી
 • આગ લાગતાં કંપનીમાં કામ કરતા મજૂરોમાં નાશ ભાગ મચી, કોઈ જાનહાનિ નહીં

ડભોઇ પણસોલી ગામ નજીક ડી.સી.ડ્રાય કેમિકલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેમ્પસ ખાતે મુકવામાં આવે વેસ્ટ પ્લાસ્ટિકની કોથળીઓના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા કંપનીમાં નાશ ભાગ મચી જવા પામી હતી. આગ ખૂબ વિકરાળ સ્વરૂપમા હોય ડભોઇ નગરપાલિકા ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી. ડભોઇ ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ડભોઈ ડી.સી.ડ્રાય કેમિકલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે પાવડર બનાવતી હોય આ કંપનીના કેમ્પસ ખાતે પ્લાસ્ટિકની કોથળીઓ મુકવાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે કંપનીમાં કામ કરતા મજૂરોમા નાશ ભાગ મચી હતી. હાલાકી સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ડભોઇ નગરપાલિકા ફાયર ટીમની જાણ કરતાં ડભોઇ ફાયર ટીમ બે ફાયર ફાયટર સાથે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. સમગ્ર બનાવમાં કંપનીના વેસ્ટ પોલિથીનની કોથળીઓ તેમજ ગોડાઉન ભસ્મીભૂત થઈ જવા પામ્યું હતું. કંપનીમાં ઓનર દ્વારા કોઈ જાનહાનિ થઈ નથીની પુષ્ટિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો