તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગોળી:ડભોઇની શાળાની શિક્ષિકાઓએ 225 ફૂટની રંગોળી બનાવી

ડભોઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈની ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલમાં શાળા સ્ટાફ દ્વારા આકર્ષક રંગોળી દોરાઈ હતી. - Divya Bhaskar
ડભોઈની ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલમાં શાળા સ્ટાફ દ્વારા આકર્ષક રંગોળી દોરાઈ હતી.
  • રંગોળી દ્વારા બાળકોમાં ઉત્સાહ અને પ્રેમનો સંદેશો પહોંચાડવાનો ઉમદા આશય
  • ચીમનભાઇ પટેલ વિદ્યાસંકુલમા રંગોળી દોરવામાં આવી

દિવાળીના પર્વે આંગંતુકને સ્નેહ ભર્યો આવકાર આપવા ઘર આંગણે વિવિધ રંગોથી રંગોળી દોરવાની પરંપરાગત પ્રથા હોય વિક્રમ સંવત-2077ના નુતન વર્ષમા ડભોઇના વેગા ખાતે આવેલ ચીમનભાઇ પટેલ વિધાસંકુલની શિક્ષીકાઓ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષણ વિદ ડૉ. સંતોષ દેવકરની રાહબરી હેઠળ શિક્ષકોમા રહેલ માનસિક દબાણને દૂર કરવા, શાળાના અભ્યાસુ વિધાર્થીઓમા આનંદ સાથે ભારતીય સંસ્કૃતિ અને તહેવારોની ઋચી જળવાય રંગોળી દ્વારા બાળકોમા ઉત્સાહ અને પ્રેમનો સંદેશો પહોંચાડવાના ઉમદા આશય સાથે 225 ફુટની વિવિધ રંગો સાથેની આકર્ષક રંગોળી તૈયાર કરાઇ હતી.

રંગોનુ આપણા જીવનમા ખુબ જ મહત્વ છે. તેમાય પ્રકૃતિના ચિત્રો દોરી રંગો ભરી ઘર આંગણે રંગોળીની પ્રથા દિવાળી પર્વે વર્ષોથી મહેમાનોને આવકારવા અને આંગણાની શોભા વધારવા માટે પ્રચલીત છે. ત્યારે હાલ કોરોના જીવલેણ રોગની મહામારીમા ચીમનભાઇ પટેલ વિધાસંકુલના આચાર્ય ડૉ. સંતોષ દેવકરના માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફની શિક્ષીકાઓ દ્વારા શાળા પરીસરમા કળશ, ગુલાબ, દિવડા સહીત ખુબ જ આકર્ષક રંગોળી દોરાઇ હતી. જે રંગોળીના ઉત્સાહને વધાવવા શાળાના આચાર્ય ડભોઇ કોલેજના પ્રો.ડો. મનોજ પ્રજાપતિ સહીત તમામ સ્ટાફે રંગોળી સાથે આકર્ષક પોઝ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...