કામગીરી:ડભોઇ પાણી પુરવઠા વિભાગે કાદવ કીચડને હટાવવાની કામગીરી કરી

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ પાણી પુરવઠા દ્વારા ખોદયેલી લાઇનની માટીથી કાદવ કીચડ થઈ જતાં જેસીબીની મદ્દદથી કામગીરી હાથ ધરી હતી. - Divya Bhaskar
ડભોઈ પાણી પુરવઠા દ્વારા ખોદયેલી લાઇનની માટીથી કાદવ કીચડ થઈ જતાં જેસીબીની મદ્દદથી કામગીરી હાથ ધરી હતી.
  • વરસાદમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું
  • JCBથી કાદવ-કીચડ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી

ડભોઇ-તિલકવાડા માર્ગ પર આવેલ નર્મદા કોલોણી સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડ્રેનેજના પાણી સંગ્રહ કરી રિસાઇકલિંગ પ્લાન્ટમા શુદ્ધ કરી તેનો ઉપયોગ ખેતી માટે કરવાનો હેતુ હોય જે પ્લાન્ટ સુધી ડ્રેનેજના પાણી પહોંચાડવા માટેની લાઇનનુ ખોદકામ સપ્તાહથી કરેલ છે. જે ખાડાઓમાં પાઇપ પણ જોડવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે છતાં માટી પુરાણ ના કરી માટીના ઢગલા મુકી રાખી પરીણામલક્ષી કામગીરી સામે ઉદાસીન વલણ અપનાવ્યું હતું.

પાણી પુરવઠાને પાપે મુશળધાર વરસાદમાં પાલિકાના ડ્રેનેજના મેનકૂવાથી માંડીને પોલીસ લાઇન સુધી વરસાદી પાણીના ભરાયેલા ખાડા, કાદવ કિચડ અને પારાવાર ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું હતું. ચોમાસામાં વરસાદથી સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી દાવાખાના, પાલિકા અને પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવતા લોકોને ભારે વિપદા વેઠવાનો વારો આવ્યો હતો. જેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં પાણી પુરવઠા ખાતું સફાળું જાગ્યું હતું અને જેસીબીની મદદથી કાદવ કીચડ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...