પ્રજામાં આનંદ વ્યાપ્યો:ડભોઇ તાલુકા પંચાયત ભવન 2.86 કરોડના ખર્ચે નવું બનશે

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ભવન નવીન થવાને લઇ પ્રજામાં આનંદ વ્યાપ્યો
  • નેતા અને આગેવાનોએ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યાં

ડભોઇ તાલુકા પંચાયતનું વિકાસ ભવન છેલ્લા ઘણા સમયથી ખખડધ હાલતમાં થઈ ગયું હતું. વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવતા તેમજ ધારાસભ્ય દ્વારા વખતતો વખતની રજૂઆત બાદ તાલુકા પંચાયતનું નવીન બિલ્ડીંગ રૂપિયા 2.86 કરોડના ખર્ચે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નગરના ડભોઇ તાલુકા પંચાયતનું વિકાસ ભવન ઘણા વખતથી ભંગાર હાલતમાં હોય જુદા જુદા વિભાગના કર્મચારીઓ માટે ઓફિસમાં બેસવું પણ મુશ્કેલ થઈ પડેલું હતું. સ્લેબના પોપડા પણ વારંવાર ખરતા હોય કર્મચારીઓ અને આવનાર અરજદારો માટે ક્યારે ઇજાગ્રસ્ત થઈએ તે કહેવું પણ મુશ્કેલ થઈ પડે તેમ હતું.

જેને લઇ સરકારમાં વારંવાર દરખાસ્ત કરાતા નજર અંદાજ કરાતી હતી. તેવા સમયે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા તાલુકા પંચાયતની દરખાસ્તને સરકારમાં ધારદાર રજૂઆત કરતા નવીન બિલ્ડીંગની માગણી મંજૂર થતાં ગ્રામજનો તેમજ રાજકીય નેતાઓ -આગેવાનોએ ધારાસભ્યને કામ પાર પાડતા અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...