તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ડભોઇ તા. પંચાયતનું 1.57 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે પસાર

ડભોઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના પણ કરવામાં આવી
 • તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી

ડભોઇ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારના રોજ મળી. જેમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના તથા રૂપિયા 1.57 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ડભોઇ તાલુકા પંચાયતના સભાખંડમાં નવનિયુક્ત પ્રમુખ લોપાબેન નિરવકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સમગ્ર સભામાં તાલુકા પંચાયતના કુલ 20 સભ્યો પૈકી 18 સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભામાં સત્તા બોર્ડ પર ભાજપ હોઈ ભાજપના રજૂ થયેલા મેન્ડેટ મુજબ કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના પણ કરવામાં આવી હતી. જેમા કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઉર્વશી હિતેશ પટેલ ચેરમેન તથા બીજા છ સભ્યોની સમિતિ તો તેની સાથે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગણપતભાઇ બાબરભાઈ વસાવા વત્તા ત્રણ સભ્યો તથા એક કોઅપ સભ્યને લઈ રચના કરવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષ 2020-21નું સુધારેલ તથા વર્ષ 2021-22નું મુળ અંદાજપત્ર 1.57 કરોડની પુરાંતવાળું બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રહલાદભાઈ મંગળભાઈ પટેલ દ્વારા તાલુકા પંચાયતના કાર્યો અને ફરજો સુપરત કરવા બાબતે વિગતવાર યાદી તથા તાલુકા પંચાયત ડભોઇના અંદાજપત્રની નકલ એજન્ડા સાથે આપવામાં આવેલ હોવાથી અવાજ ઉઠાવ્યો હતો. અવાજ ઉઠવા પાછળનું કારણ માત્ર એક જ અંદાજપત્ર કે કયા અને કેવા કાર્યો તથા ફરજો સમજવાનો કોઈ અવકાશ રહેતો નથીનું જણાવી ફરીથી આવી ક્ષતિ ન થાય તે બાબતે સમગ્ર સભાનું ધ્યાન દોર્યું હતું. આમ આજરોજ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા સામાન્ય વાતાવરણમાં કારોબારી, સામાજિક, ન્યાય સમિતિની રચના તથા સર્વાનુમત્તે બજેટ પસાર થયેથી પસાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો