કાર્યવાહી:ડભોઇ પોલીસે પાલિકાના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાંથી દારૂ ઝડપ્યો

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગરો માટે સરકારી મિલકતો પણ બની હવે દારૂની વખારો
  • રૂ.1.48 લાખનો મુદ્દામાલ જપ્ત : બૂટલેગરને વોન્ટેડ જાહેર કરાયો

ડભોઈ પંથકના બૂટલેગરો માટે હવે નગરપાલિકાની મિલકતો પણ બની ચૂકે છે. દારૂ મૂકવાની વખારો હીરા ભાગોળ બહાર આવેલા વર્મી કમ્પોઝ પ્લાન્ટમાં એક બૂટલેગરે કચરાની આડમાં સંતાડ્યો હતો. ₹ 1,50,000 જેટલી માતબર રકમનો વિદેશી દારૂ પોલીસે બાતમી આધારે છાપો મારી ઝડપી પાડ્યો હતો.ડભોઇ પી.આઈ. એસ.જે.વાઘેલાને બાતમી આધારે ઢાલનગર વસાહત ખાતે આવેલ પાલિકાના વર્મી કમ્પોઝ પ્લાન્ટમાં કચરાની આડમાં ઢાલનગર વસાહતના જયેશભાઇ કેશુભાઇ વસાવા ઉર્ફ કેશિયો વસાવાએ બહારથી વિલાયતી દારૂ મંગાવી છૂટક વેચવા માટે લાવી ડમ્પિંગ યાર્ડમાં છૂપાવી રાખ્યો છે.

જે આધારે ડી.સ્ટાફના પોલીસ જવાનો મહેશભાઈ, દિનેશભાઇ, અર્જુનભાઈ, યુવરાજસિંહ, રાજેન્દ્રસિંહ, અને ભાવિનભાઇ સ્થળ પર રેઇડ કરતા કચરાની આડમાં શેડ તેમજ છૂટ્ટા કચરામાં ઢગલામાં દારૂનો જથ્થો સંતાડી રાખેલો મળી આવ્યો હતો. જેમાં દારૂની કુલ બોટલ 864 કિંમત રૂપિયા 1,48,632નો મુદ્દામાલ ઝડપી પાડી સ્થળ ઉપર હાજર ન મળેલ જયેશ વસાવાનાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...