કાર્યવાહી:ડભોઇ પોલીસે 160056નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાર 3 લાખ સહિત કુલ 460056નો મુદ્દામાલ કબજે કરાયો

ડભોઇ પોલીસને મળેલ બાતમી આધારે એક સફેદ સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ગોલાગામડીથી અમરેશ્વર તરફ આવી રહ્યો છે. જે આધારે અમરેશ્વર નજીક વોચ રાખી બાતમી આધારની ગાડી આવતા પોલીસે ઉભી રાખી તપાસ કરતા ગાડીમાં કુલ 1152 નંગ વિલાયતી દારૂની પ્લાસ્ટિકની બોટલ અને બિયરના ટીન મળી આવેલ જેની કિંમત રૂા. 160056નો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસને બાતમી મળી હતી કે ગોલાગામડી તરફથી એક સ્કોર્પિયો અમરેશ્વર તરફ જઈ રહી છે અને તેમાં વિલાયતી દારૂનો જથ્થો છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફને અમરેશ્વર બસસ્ટેન્ડ પાસે ચેકિંગમાં મોકલી આપ્યા હતા. જેમાં સફેદ સ્કોર્પિયો ગાડી આવતા તેને ઉભી રાખવા જતા કાર ચાલકે ભગાવી હતી.

બાદ કાર મૂકી તમામ ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા કારમાં જુદી જુદી જાતની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1152 નંગ કિંમત રૂા.160056નો વિલાયતી દારૂનો જથ્થો સાથે કાર 3 લાખ મળી કુલ 460056નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...