વડોદરા એસ ટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા તારીખ 12 મે 2022ને શુક્રવારના દિવસથી ડભોઈ-નારેશ્વર-ડભોઈ વાયા સેગવા-સાધલી-કુરાલી થઈને બે ટાઈમ બસ કોરોનામાં બંધ કરેલ હતી જે ચાલુ કરવામાં આવી છે. તેની જાણ મુસાફરોને અવધૂત પરીવારના ભક્તોને થતાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ડભોઈ ડેપો દ્વારા આ બસ કોરોના મહામારીના કારણે બંધ કરવા આવી હતી. પરંતુ લોકડાઉન પુરું થયે લાબો સમય થવા છતાં બસો ચાલુ કરવામાં આવતી ન હતી. જેના કારણે મુસાફરો ખુબ જ હેરાન થતા હતા. આ બસ ડભોઈ ડેપોમાંથી સવારે 8:15 કલાકે ડભોઈથી નારેશ્વર જવા માટે ઉપડશે અને નારેશ્વરથી 9:30 કલાકે ડભોઈ આવવા માટે ઉપડશે. તેવી જ રીતે બપોરે 14:15 કલાકે ડભોઈથી નારેશ્વર જવા માટે ઉપડશે અને 15:45 કલાકે ડભોઈ આવવા માટે ઉપડશે. જે વાયા:સેગવા-સાધલી-કુરાલી થઈને પરત ડભોઈ આવશે.
આ બસ કવાંટ-બોડેલી-મેવાશમાંથી આવતા શ્રી રંગ અવધૂત પરિવારના ભક્તોને માટે ખાસ ચાલુ કરવામાં આવેલ છે. હજુ પણ કેટલીક ટ્રીપો બંધ છે જે ચાલુ કરવી ખુબ જ જરૂરી છે. ડભોઈ-કરજણ-ડભોઈ વાયા સેગવા-સાધલી-કુરાલીની બે ટાઈમ બસ ચાલતી હતી તે બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.