ભાસ્કર વિશેષ:ડભોઇ-માલસર એસટી બસ વારંવાર ખોટકાતાં આવતા-જતા વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી

ડભોઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનું કાયમી સમાધાન લાવવા અંગે ડેપોના જવાબદારોના આંખ આડા કાન

ડભોઇ-માલસર રૂટની એસટી બસ સવારે 7:45 વાગે ડભોઇ પહોંચતી હોયા છે, ત્યારે વહેલી સવારે આવતી એસટી બસમાં ક્યાંક જોઇન્ટ તૂટી જાય તો ક્યાંક ગેરા બોક્સમાં ખામી સર્જાય અને ક્યાંક યાત્રિક ખામી આવી જાય છે. વારંવાર રસ્તામાં ગમે ત્યાં ખોટકાઇ જતી એસટી બસને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને ખુબજ મુશ્કેલીઓ વેઠવી પડે છે. વિદ્યાર્થીઓને શાળામાં, કોલેજ અને ટ્યુશન પહોંચવાનો સમય એસટી ખોટકાઇ જતાં વેડફાઇ જતો હોય છે. જ્યારે ડેપોના જવાબદારોને સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં કોઇ રસ પડતો નથી.

સલામત સવારી, એસટી અમારી...હાથ ઊંચો કરો અને બસમાં બેસો..અડધા ભાડામાં મહિનાની મુસાફરી આવા અનેક રૂપાળા સૂત્રો એસટી નિગમ દ્વારા મુસાફરો અને પાસ હોલ્ડરો માટે તરતા મુક્યા છે. ત્યારે ડભોઇ માલસર રૂટની એસટી બસ છાશવારે જોઇન્ટ તૂટવાના કારણે, ગેર ફસાઇ જવાના બહાને તો ક્યાંક યાત્રિક ખામી સર્જાવાને કારણે રસ્તામાં ગમે ત્યાં ખોટકાઇ જતી હોય છે. ત્યારે ડભોઇ માલસર રૂટના વિદ્યાર્થીઓ અને મુસાફરોને આ રૂપાળા સૂત્રો હરખામણા લાગી રહ્યા છે.

ST ખોટકાતી હોય તેવી ફરિયાદ નથી મળી
ડભોઈમાં માલસર રૂટની એસટી બસ છાશવારે ખોટકાઈ જતી હોય તેવી કોઈ ફરિયાદ નથી મળી. આપણા થકી જાણવાનું મળ્યું છે. તપાસ કરાવી સમસ્યા ઉકેલીશ. - ડેપો મેનેજર, ચૌધરી, ST ડેપો, ડભોઈ

અન્ય સમાચારો પણ છે...