કામગીરી:ડભોઈ - સંખેડાના અંધારામાં રહેલા 15 જેટલા ગામમાં ફરી અજવાળું શરૂ

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ લાઇનો અને પોલને નુકસાન થતાં વીજળી બંધ થઇ હતી
  • નદીકાંઠાના ગામોમાં ભારે વરસાદથી અંધારપટ છવાયો હતો

ડભોઈ તાલુકાના ઓરસંગ નદીના કાંઠા વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે કિનારાની ભેખડોનું ધોવાણ થવા પામ્યું હતું. જેના કારણે વીજ લાઇનો અને વીજપોલને ભારે નુકસાન થવા સાથે પડી ગયા હતા. જેથી ડભોઈ અને સંખેડા તાલુકાના 15 ગામોમાં એકસાથે અંધારપટ છવાઈ જવા પામ્યું હતું. ત્યારે લોકોના હિત માટે ડભોઈ MGVCL વિભાગીય કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ત્વરિત અને ઝડપી નિર્ણય લઈ વીજ લાઇન નાખી પુરવઠો શરૂ કરતા તેઓની કામગીરી પ્રશંસા પાત્ર બનવા પામી હતી.

ડભોઈ તાલુકાના અરનીયા, સુરજઘોડા, ભિલોડિયા તેમજ સંખેડા તાલુકાના ગામો મળી કુલ 15 ગામોમાં ભારે વરસાદ, પવન અને અતિવૃષ્ટિને લીધે ઓરસંગ નદી કાંઠાની ભેખડોનું ધોવાણ થતા વીજ પુરવઠો સદંતર બંધ થઈ જવા પામ્યો હતો. તેમજ આગામી 2થી 3 મહિના સુધી વીજ પુરવઠો કાર્યરત થઇ શકે તેમ ન હોવાથી ગંભીર સમસ્યા ઉભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ડભોઈ MGVCLના કાર્યપાલક ઈજનેર એચ.વી.શાહ, ડેપ્યુટી એન્જિનિયર બી.કે રાઠવા સંખેડા એન્જિનિયર કરણસિંહ રાઠવા, એસ.બી ચુડાસમાએ નિર્ણય કરવામાં આવ્યો કે કરનેટ ગામથી ઓરસંગ નદીના કોતરો તેમજ નદી પસાર કરી જુદાજુદા ફિડરો પરથી વીજ પુરવઠો ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.જેમાં રતનપુર ગામના સરપંચ મોતીભાઈ સહિત વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ) જાતે ખડેપગે નદીની કોતરોમાં હાજર રહ્યા હતા. યુવાનો તેમજ MGVCLના 30થી 35 કર્મચારીઓ સાથે મળી વૃક્ષો સાફ કરી પોલ ઉપર વરસતા વરસાદમાં વાયરોનું જોડાણ કરી 23 જેટલા ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ કરાતા લોકહિતની કામગીરી પ્રશંસાપાત્ર બનવા પામી હતી.

લોકહિતને ધ્યાને લઇ ત્વરિત કામગીરી કરાઇ
અતિવૃષ્ટિને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે કાંઠા વિસ્તારની ભેખડો સાથે વીજપોલ અને કેબલો પણ પડી ગયા હતા. ડભોઈ અને સંખેડા તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયું હતું. વરસતા વરસાદમાં ખુબજ મુશ્કેલીઓ સર્જાય હોય છતાં જુદાજુદા ફિડરો પર વીજલોડની વહેંચણી કરી કોતરો અને ઝાડી જંગલમાંથી લાઇન પસાર કરી વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાયો હતો. >એચ.વી.શાહ ,(MGVCL) એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડભોઈ

અન્ય સમાચારો પણ છે...