બે વર્ષ બાદ આરોપી ઝડપાયો:2019માં નાગરિક સુધારા બિલના વિરોધમાં વડોદરામાં પોલીસ પર હુમલો કરનાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

વડોદરા5 મહિનો પહેલા
આરોપી ફૈઝાન ઉર્ફે કટોરા
  • પોલીસ પર તલવાર, લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો

કેન્દ્ર સરકારે વર્ષ 2019માં નાગરિક સુધારા બિલ રજૂ કર્યા બાદ તેના વિરોધમાં પોલીસ પર હુમલો કરનારો ફૈઝાન ઉર્ફે કટોરાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીએ તલવાર જેવા હથિયારથી પોલીસ પર હુમલો કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બર, 2019ના રોજ બપોરે 2 વાગે હાથીખાના સરકારી કવિ સુંદરમ પ્રાથમિક સ્કૂલ પાસે નાગરિક સુધારા બિલ અંગે કેટલાક લોકોએ ભેગા થઈને વિરોધ કરી પોલીસ પર પથ્થરમારો કરવા ઉશ્કેરણી કરી તેમજ તલવાર, લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે શહેર પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને વિરોધમાં ઉશ્કેરણી જનક વાક્યોનો પ્રયોગ કરનાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન શહેર પોલીસ દ્વારા કાયદાનું ભંગ કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે કેટલાક લોકો નાસી છુટ્યા હતા. ત્યારે ફરાર થયેલા શખ્સોને પકડી પાડવા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે આરોપી મોહંમદ સજજદ મોહમંદ સલીમ મન્સૂરી (ઉં.વ.27, રહે. વાડી તાઇવાડા ) વોન્ટેડ હતો. આરોપીએ ઘટનાના ફૂટેજ ન મળે તે માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ ડીવીઆરમાંથી ડિલિટ કરાવી દીધા હતા. ત્યારે પોલીસે વધુ કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોહંમદ સજજદ મોહમંદ સલીમ મન્સૂરીની ધરપકડ કર્યાબાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...