તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલા વકીલને જાતિ અપમાનિત અને ધમકી આપતા 4 વિરુદ્ધ ગુનો

ડભોઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇમાં માતાપુત્રને મારતાં ઝઘડો ન કરવા કહેતાં વાત વણસી
  • પોલીસે ચારે જણને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

ડભોઇના રેલ્વે નવાપુરા વિસ્તારમાં રહેતા મહીલા વકીલ તેઓના ધર્મની બહેનના પુત્રને અગાઉના ઝગડાની અદાવત રાખી મારવા આવતા બન્ને માતાપુત્ર બચવા માટે વકીલના ઘરમા ઘુસી જતા ત્યા જઈ ચારેય જણાએ માતાપુત્રને મારમારતા મહીલા વકીલે ઝગડો ન કરવાનુ જણાવતા ચારેય જણાએ ઉશ્કેરાઇ જઈને વકીલને જાતિ અપમાનિત કરી ધાકધમકીઓ આપતા મહીલા વકીલે ડભોઇ પોલીસને નામજોગ ફરીયાદ આપતા ચારેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ડભોઇના બેગવાડા વિસ્તારમા રહેતા મોઇન શેખ, ઝુબેર ઉસ્માનભાઇ પઠાણ, નસીબ પઠાણ અને ફૈજાન ઉસ્માનભાઇ પઠાણનાઓ રેલ્વે નવાપુરામા રહેતા નઇમ સલીમભાઇ શેખના પુત્ર સાથે મોટર સાયકલ અગાઉ ઝઘડો થયેલો. જેની અદાવત રાખી ચારેય જણા નઇમને મારવાની ફીરાકમા ફરતા હોય રેલ્વે નવાપુરામા જઈ રસ્તામા રોકી નઈમને મારમારતા તે બચવા માટે ઘર તરફ ભાગ્યો હતો. જેથી તેની માતા સલમાબાનુ તેને લઈ તેની ધર્મની બહેન મહીલા વકીલ નામે જયશ્રીબેન સિસોદીયાના ઘેર જઈ સંતાઇ ગયા હતા.

ત્યારે ચારેય જણા મહીલા વકીલના ઘરે જઈ માતા સલમા અને તેના પુત્ર નઈમને ઢીકાપાટુનો મારમારવા લાગેલા તેમજ જોરજોરથી બરાડા પાડી ભયનુ વાતાવરણ ઉભુ કરતા મહીલા વકીલ ઘરમાં જ હાજર હોય તેઓને પોતાના ઘરમા ઝઘડો ન કરવા જણાવી મારમાથી બન્ને માતાપુત્રને છોડાવા પડતા મહીલા વકીલને ચારેય ઇષમોએ તમે ઢેળાઓ વકીલ થઈ ગયા છો. કહી જાતિ અપમાનિત કરી એકલ દોકલ મળશે તો પતાવી દઈશુની ધમકી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ડભોઇ પોલીસે મહીલા વકીલની ફરીયાદની આધારે એટ્રોસીટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી અને મારમારવા અંગે ઝડપવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...