તપાસ:ચાંદોદના ફુલવાડી ગામમાં વીજળી પડતાં ગાય તેમજ પક્ષીઓનાં મોત

ચાંદોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજળી પડતા મોતને ભેટેલ ગાય તેમજ પક્ષી નજરે પડે છે. - Divya Bhaskar
વીજળી પડતા મોતને ભેટેલ ગાય તેમજ પક્ષી નજરે પડે છે.
  • પશુ દવાખાના ડોક્ટર દ્વારા પંચક્યાસ સહિતની કાર્યવાહી કરાઈ

ચાંદોદ પંથકમાં છેલ્લા બે દિવસથી મોડી રાત્રીના ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદ સાથે વીજળી પડતાં ફુલવાડી ગામે એક ગાય તેમજ અનેક પક્ષીઓના મોત થતા સરકારી પશુ દવાખાના ડોક્ટર દ્વારા જરૂરી પંચક્યાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુ સાલે વર્ષા ઋતુના પ્રારંભથી લગભગ સર્વત્ર વર્ષાનું આગમન થયું છે. ત્યારે ચાંદોદ પંથકમાં પણ ધીમી ગતિથી વરસાદનો પ્રારંભ થયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી વીજળીના કડાકા-ભડાકા સાથે નિશ્ચિત સમયે જ રાત્રિના ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.

વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ વરસાદની સાથે ચાંદોદ પંથકના કેટલાક ગામોમાં વીજળી પડવાની ઘટના બની છે. પંથકના ફૂલવાડી ગામના નિશાળ ફળિયામાં રહેતા શુકલ ભાઈ દિનેશભાઈ વસાવાએ પોતાના વાડામાં બાંધેલી ગાય પર વીજળી પડતા ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે વીજળી પડવાથી કેટલાક પક્ષીઓના પણ મોત થયાનું બહાર આવ્યું છે. બનાવ અંગે ગામ અગ્રણીઓ થકી જાણ થતા સરકારી પશુ દવાખાના ડોક્ટરે ઘટનાસ્થળે જઇ જરૂરી મેડિકલ કાર્યવાહી સાથે ગાય-પક્ષીઓના મોત અંગે પંચક્યાસ સાથે આગળની આવશ્યક કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...