તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા-28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. નગર પાલિકાની 36 બેઠકો માટે 9 વોર્ડમા કોંગ્રેસ દ્વારા 11 મુસ્લીમ ઉમેદવારોને મેન્ડેટ અપાયા છે. જ્યારે ભાજપાએ 9 મુસ્લિમ ઉમેદવારો મેન્ડેટની ફાળવણી કરી 2 અપક્ષોને ટેકો જાહેર કરયો હોઈ કુલ 11 મુસ્લીમ ઉમેદવારો કર્યા હતા. એક રીતે કોંગ્રેસને પછડાટ આપી લઘુમતી સમાજને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રીયામા કોંગ્રેસે યોગ્ય ઉમેદવારો સાથે અન્યાય કર્યો હોવાની નગરના બુધ્ધીજીવીઓ અને રાજકીય વિષ્લેશકોમા ચર્ચાષ્પદ બનવા પામ્યુ છે.
ડભોઇ નગરની વોર્ડ રચના મુજબ મુસ્લિમ સમાજના સભ્યો બહુમતી સાથે જીત હાંસલ કરે તે રીતેની હોવા છતા પણ કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરાતા આશ્ચર્ય સાથે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજ સાથે કોંગ્રેસ દ્વારા અન્યાય થયો હોવાની લાગણી સાથે છુપો રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પ્રક્રીયાથી નારાજ થઈ ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. જીમીત ઠાકર દ્વારા પણ પોતાના પદ પરથી લેખિત રાજીનામુ લખી નાખ્યુ હતું. ચૂંટણી પહેલાં જ ડભોઇ નગરમા કોંગ્રેસની ફજેતી થવા પામી છે.
જ્યારે સામે ભાજપા પક્ષેથી મુસ્લિમ સમાજના વધુ ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરી 9 મુસ્લિમ ઉમેદવારો તેમજ ભાજપા સમર્થીત અપક્ષ 2 ઉમેદવારોને સમર્થન આપતા ભાજપા પક્ષે પણ 11 મુસ્લીમ ઉમેદવારો થતા કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમાજની ધરાર અવગણના થઈ હોય મુસ્લીમ સમાજનો ઝુકાવ ભાજપા તરફે વધી જવા પામ્યો છે. વોર્ડ-1 અને વોર્ડ-7મા કોંગ્રેસે કોઇ ઉમેદવારો ના ઉભા રાખતા ભાજપાને 7 બેઠકોને ચૂંટણી પહેલા જ એક રીતે સીધો લાભ પહોંચાડ્યો છે. હવે નગરના લોકો જ ભાજપાનુ બોર્ડ બેસાડવાનુ મુડ બનાવી રહ્યા છે.
ડભોઇ નગર પાલિકાની ચૂંટણીમાં નિરાક્ષીત સિન્ધી સમાજનો દબદબો
ડભોઇ નગર પાલિકાની ચૂંટણીમા એક સમયના નિરાક્ષીત ગણાતા સિન્ધી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષેથી વોર્ડ-6મા સિન્ધી સમાજના શુભાષ ભોજવાણી અને તેઓના પત્ની સંગીતા ભોજવાણી, જ્યારે વોર્ડ-2માંથી તેઓના ભાણેજ ભરત કાંજીયાણીએ ઉમેદવારી નોધાવી છે. જ્યારે ભાજપા તરફેથી વોર્ડ-1માંથી મનિષાબેન મોરવાણી, વોર્ડ-8માંથી કાજલબેન દુલાણી તેમજ વોર્ડ-7માંથી અપક્ષ ઉમેદવાર ધનરાજ નિકવાણીએ ઉમેદવારી નોધાવતા જુજ વસ્તી ધરાવતા સિન્ધી સમાજે એક રીતે ડભોઇના રાજકારણ પર પકડ જમાવતા નગરજનોમા ચર્ચાષ્પદ બનવા પામ્યુ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.