ડભોઇ તાલુકાના કરનેટ ગામે તાજેતરમાં ઓરસંગ નદીના કિનારે કરનેટ ગામના ટ્રેક્ટર લઈને પોતાની જમીનના સેડા ઉપર લાકડા કાપવા ગયા હતા. દરમિયાન કોંગ્રેસના બે નગરસેવકો સ્થળ પર પહોંચી જઈ પાણીના કૂવા પાસેથી રેતી ઉલેચતા હોવાનું કહી ગમે તેવી જાતિ વિષયક ગાળો બોલતા હોવાથી બંને સામે ડભોઇ પોલીસમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ડભોઇ નગરપાલિકા વોર્ડ-9ના અજય રાઠવા અને વોર્ડ 6 ના સુભાષ ભોજવાણી કરનેટ ગામે પાલિકાના કૂવાની હદમાં ટ્રેક્ટર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાથી તેને અટકાવા કરણેટ ઓરસંગ નદી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કરનેટ ગામના રહેવાસી અને બીજા એક બે જણા પોતાની જમીનના સેડા ઉપરથી લાકડા કાપવા ગયેલા હોઇ આ બંને નગરસેવકોએ પીવાના પાણીના કૂવા પાસેથી ગેરકાયદે રેતી ખનન કેમ કરો છો તેમ કહી જાતિ વિષયક અપમાનિત કરી ગાળો બોલ્યા હતા.
તેમજ બે થી ત્રણ કલાક આ લોકોને ટ્રેક્ટરની નીચે જમીન ઉપર બેસાડી રાખ્યા હતા. આથી લોકોએ પોલીસને બોલાવી ટ્રેક્ટર પોલીસ સ્ટેશને જપ્ત કરાવ્યું અંગેની જગદીશભાઈ રોહિતને જાણ થતાં તેઓએ બંને નગરસેવકો વિરુદ્ધ જાતિ વિષયક અપમાનિત ગાળો બોલવાના કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે ત્યારે બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.