તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રેમીએ મંડળી રચી યુવતીના ફિયાન્સેને માર મારતાં ફરિયાદ

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇની યુવતીની સગાઇ થતાં વિફરેલા પ્રેમીનું પગલું
  • 7 ઈસમ સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

ડભોઇ નજીકના એક ગામની યુવતીની સગાઇ ડભોઇના કુંભારવાગા વિસ્તારમા રહેતા અને ઇલેક્ટ્રીકની દુકાનમા નોકરી કરાત યુવાન સાથે થઈ હતી. ગામમા રહેતા યુવતીના અગાઉના પ્રેમીને ઇર્ષા થતા ફિયાન્સને મોબાઇલ પર કોન્ટેક્ટ કરી ગાળો બોલી હેરાન કર્યા બાદ તેને મળવા બોલાવી મધુવન હોટલ પાસે ફિયાન્સ તેમજ તેના બે મિત્રોને મારમારી તેમજ યુવતીના ઘર પાસે લઈ જઈ મારમાર્યો હતો. એટલુ જ નહી યુવતીના પિતાની ઇકો ગાડીના કાંચ લાકડીની ઝાપટો મારી તોડી નાખી ભયનુ વાતાવરણ ઉભુ કરતા 7 સામે ફિયાન્સે ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી શૈલેષભાઇ રવિન્દ્રભાઇ વસાવા ઉ.વ.21 રહે. કુંભારવાગા, ડભોઇની સગાઇની વાત ડભોઇ નજીકના એક ગામમા ચાલતી હતી. જેથી તે વાતની ઇર્ષા સાથે યુવતીના ગામમા રહેતા અગાઉના પ્રેમી સચીને શૈલેષ વસાવાને મિત્ર અમિતના ફોન પરથી ફોન કરી ત્રણ દિવસથી ગાળો બોલતો હતો. એટલેથી ન અટકતા શૈલેષને ડભોઇ તિલકવાડા માર્ગ પર આવેલ મધુવન હોટલ પાસે મળવા બોલાવતા તેના બે મિત્રો યશ દીલીપભાઇ સોની અને મેહુલ ગણેશભાઇ વસાવા સાથે મળવા ગયેલ હતો.

ત્યારે ધર્મપુરી ગામનો સચીન, તેનો મિત્ર અમિત અને અમિતના પિતા ઇકો ગાડીમા આવેલ અને કહેલ કે તુ કેમ અમિતને ફોન કરી ગાળો બોલતો હતો. તેમ કહી બન્ને જણાએ બે ત્રણ લાફા મારી દીધા હતા. તેમજ સાથેના બન્ને મિત્રોને પણ મારમારવા લાગતા શૈલેષ અને તેના મિત્રો ત્યાથી દોડીને ભાગવા લાગ્યા હતા. જેમા મિત્રો ભાગી છુટ્યા હતા. જ્યારે શૈલેષ વસાવાનો પીછો કરી પકડીને પલ્સર મોટર સાયકલ પર બેસાડી ફીયાન્સીના ઘર પાસે લઈ જઈ અમીત, રોનક, સચીન અને મિતેશ નામના ઇસમોએ માર માર્યો હતો.

તેવામા ઇકો કારમા શૈલેષ વસાવાના માતા-પિતા અને ભાઇ તેમજ બહેન આવતા તેઓની ઇકો કારના કાંચ પણ લાકડીઓના ફટકા મારી આ ચારેય ઇસમોએ તોડી નાખ્યા હતા. અને ધમકી આપેલ કે ધરપુરી ગામમા હવે પછી આવીશ તો જાનથી મારી નાખીશુ. જેથી ઇજાગ્રસ્ત શૈલેષ વસાવાએ સારવાર લઈ ડભોઇ પોલીસને સચીન, અમીત, રોનક, મીતેશ, અમીતના પિતા, અમીતનો ભાઇ તેમજ એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ આપતા તમામને ઝડપી પાડવાની કવાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...