તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ડભોઇમા કચરો વાળતી યુવતીને જાતિ અપમાનિત કરતા ફરીયાદ, બે આરોપીઓને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરાયાં

ડભોઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ડભોઇના મહુડીભાગોળ પાસે ગોળી બિસ્કીટની લારી ઉભી રાખતા ઇસમે કચરો ફેંક્યો હોય કચરો સાફ કરતી યુવતી સાથે લારીવાળાએ જીભાજોડી કરી હતી. તેમજ કાકાનુ ઉપરાણુ લઈ ભત્રીજાએ પણ ઝઘડો કરી જાતિઅપમાનિત કરી આવતા જતા આંખો ઘોળતો હોય બનાવના પાંચ દિવસ બાદ યુવતીએ ડભોઇ પોલીસને બન્ને ઇસમો વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોધી આરોપીઓને ઝડપી કસ્ટડી ભેગા કર્યા હતા.

ફરીયાદી મનિષાબેન દિનેશભાઇ વસાવા ઉ.વ.33 રહે. મહુડીભાગોળ, આશાપુરી માતાના મંદિરની ફરીયાદમા જણાવ્યા મુજબ ગત તા 25 માર્ચના રોજ માછીવાડ ખાડામાં રહેતા ઇસમ મિયાનભાઇ મહમદભાઇ ભરુચી રોડપર લારી ઉભી રાખી વેચાણ કરતો હતો. જેથી કચરો પડતા જે કચરો મનિષાબેન વાસાવાના દાદી લીલાબેન સાફ કરતા હતા. ત્યારે મિયાનભાઇ ભરુચીએ કહેલ કે અહીંથી કચરો કેમ સાફ કરો છો. તેમ કહી જીભાજોડી કરી લારીવાળો વિસ્તારનો જ હોવાથી લીલાબેને કોઇ ફરીયાદ કરેલ ન હતી.

પરંતુ આવતા જતા આંખો ગોળતો હોય ગતરોજ મનિષાબેન વસાવાએ લારીવાળા મિયાનભાઇ ભરુચી તેમજ તેઓના ભત્રીજા ફૈઝાન શબ્બીરભાઇ ભરુચી વિરુદ્ધ ડભોઇ પોલીસને ઝઘડા બાબતે તેમજ જાતિ અપમાનિતની ફરીયાદ આપતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કસ્ટડી ભેગા કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો