વિવાદ:સૂરજ ફળિયાના યુવાન દ્વારા ચાર સામે જાતિઅપમાન, મારામારીની ફરિયાદ

ડભોઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈમાં ઉછીના રૂપિયા પરત માંગતા વાત વણસી હતી

ડભોઇના સુરજ ફળીયા વિસ્તારમા રહેતો અને કલરકામની મજુરી કરતા યુવાને તેના મિત્રને હાથ ઉછીના રૂપિયા આપેલ હતા. જે રૂપિયા પરત માંગતા વાત વણસી હતી. અને ગાળાગાળી બાદ લાકડીથી માર મારી મિત્ર અને તેના ભાઇ તેમજ પિતા સહીત એક મહિલાએ પણ મદ્દદગારી કરી જાતિઅપમાનિત કરવા સાથે લાકડીથી મારમારેલ હોવા અંગેની ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી ચેતનકુમાર ભરતભાઇ તડવી રહે. સુરજફળીયા, ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ એકમાસ અગાઉ તેનો બાળપણનો મિત્ર નામે સહેઝાદ સિકંદરભાઇ ટોલ્લાવાલા રહે. દયારામ પુસ્તકાલય, અંબામાતાના મંદિર પાસે, ડભોઇનો વિભાગ હાઇસ્કુલ પાસે મળેલ અને હાથ ઉછીના રૂપિયાની વાત કરી હતી. તેમજ આ રૂપિયા એકમાસમા પરત કરવાનો વાયદો કર્યો હતો. જેથી મિત્રને રોકડા રૂપિયા 5000 હાથ ઉછીના આપેલ હતા. ત્યારબાદ સબંધીના ઘેર લગ્નપ્રસંગ હોવાથી ચેતન પોતાના મિત્ર પાસે રૂપિયા પરત લેવા તેના ઘેર ગયો હતો. ત્યારે હાલ રૂપિયા નથી.

હું તને પછી આપીશ તેવી વાત કરેલ.જેથી કોઇપણ જગ્યાએથી વ્યવસ્થા કરી આપવા જણાવી ચેતને સબંધીને ત્યા લગ્ન છે. માટે જરૂર હોવાનુ જણાવ્યુ હતુ. જે બાબતને લઈ બન્ને મિત્રો વચ્ચે વાત વણસી હતી. સહેજાદે ઉશ્કેરાઇને ચેતનને ગાળો દીધી હતી. જે બાદમા જાતિ અપમાનિત કરી તેની પત્નિએ પણ ઉપરાણુ લઈ ગાળો દીધી હતી. તેમજ લાકડી લઈ આવી સહેજાદે ચેતનને બરડામા અને હાથમા માર માર્યો હતો. તેમજ તેના પિતા સિકંદરભાઇ ટોલ્લાવાલા તેમજ ફિરોજ મલંગભાઇ સહીતના ચારેયજણા સામે જાતિ અપમાનિત અને મારમાર્યા અંગેની ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોંધીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...