તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડભોઇની સગીરાને ભગાડી જનાર ઇસમ સામે બળાત્કારની ફરિયાદ

ડભોઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાણપુરનો યોગેશ હરીભાઇ વ્યાસ સગીરાને ભગાડી ગયો

ડભોઇ તાલુકાના એક ગામની સગીરા સાથે પાદરાના શાણપુર ગામના યુવાને પરીચય કેળવ્યો હતો. જે બાદમાં સગીરાને વાલીપણામાંથી લગ્નના ઇરાદે ભગાડી જઈ અવાર નવાર શરીરસુખ માન્યું હતું. સગીરાના વાલીની ફરિયાદ આધારે ડભોઇ પોલીસે ગુનો નોંધી આરોપી યુવક તેમજ સગીરાને વડોદરાના છાણી વિસ્તારમાંથી ઝડપી પાડી કસ્ટડી ભેગો કરી કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી હતી.

ડભોઇ તાલુકાના એક ગામની સગીરા સાથે પરીચય કેળવી પાદરા તાલુકાના શાણપુર ગામનો યુવાન નામે યોગેશ હરીભાઇ વ્યાસ સગીરાને ભગાડી ગયો હતો. જે બાદમાં ત્રણ દિવસ સુધી સગીરા સાથે અવાર નવાર શરીરસંબંધ બાંધ્યા હતા. બીજીબાજુ સગીરાના વાલીની ફરિયાદ આધારે ડભોઇ પોલીસે સગીરાને ભગાડી જનાર યોગેશ વ્યાસની શોધખોળ હાથ ધરી હતી.

જુદીજુદી ટીમો બનાવી શોધખોળ કરતી ડભોઇ પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી સગીરા સાથે આરોપી યોગેશ વ્યાસને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા સગીરા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું ફલિત થતાં મેડીકલ ચેકઅપ સહિતની કાર્યવાહી સાથે ડભોઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...