તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડભોઇની પરિણીતાની સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ

ડભોઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ 6 સામે સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી
  • પોલીસે તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ડભોઇના તલાવપુરા પઠાણ ટેકરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પરિવારની દિકરીના લગ્ન આણંદના આંકલાવ ખાતે થયા હતા. લગ્નના ચાર જ માસમા સાસરીયાઓ દ્વારા યેનકેન પ્રકારે શારિરીક માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા. કંટાળેલી યુવતીએ પતિ, સાસુ, દિયર, મોટા સસરા, પિતરાઇ જેઠ, મોટી સાસુ સહીત છ સામે સ્ત્રી અત્યાચારની ફરીયાદ આપતા પોલીસે તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી મીનહાઝબાનુ મુસ્તાકખાન રાજ હાલ રહે. તલાવપુરા, પઠાણ ટેકરા, ડભોઇ, મુળરહે. સિંધીયાપુરા, નવીનગરી, તા. ડભોઇ જિ. વડોદરાની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ આંકલાવ ખાતે રહેતા મુસ્તાકખાન મનોજકુમાર રાજ સાથે 4 માસ આગાઉ થયા હતા. લગ્નના ટુંકાગાળામાં જ પતિ સીગારેટ પીવાની ટેવ ધરાવતો હોવાની જાણ થતા યુવતીએ સાસુ સાયરાબેનને ફરિયાદ કરેલ કે મને આ બધુ પસંદ નથી. જે વાતને લઈ સાસુએ પતિ અને સગા-સબંધીને ચઢવણી કરી વાત કરતા પતિએ મારઝુડ કરી હતી.

તેમજ એક વર્ષ અગાઉ એપેન્ડીક્સનુ ઓપરેશન કરાવેલ હોવાથી લગ્નના ટુંકાગાળામા પરીણીતાને ગર્ભ રહી જતા પતિ પત્નિ બન્નેની મરજીથી ક્રીર્યટન કરાવ્યુ હતુ. તે વાત સાસરીયાઓ જાણતા હોવા છતા પણ પતિ અને સાસુ કહેતા હતા કે તારે મરવુ હોય તો મર અમારે તો ઔલાદ જોઇએ છે. જે બાદમા સમયાંતરે પતિ, સાસુ, દિયર, મોટાસસરા પિતરાઇ જેઠ અને મોટી સાસુ સહીતના સાસરીયાઓ મારઝુડ અને ત્રાસ આપતા હતા. જેથી પરીણીતાએ ડભોઇ આવી સરકારી દવાખાને સારવાર લઈ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની ફરીયાદ આપતા ડભોઇ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...