તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડભોઇમાં મુસ્લિમ પરિણીતાની સાસરિયા ત્રાસ આપતાં ફરિયાદ

ડભોઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પિયરમાંથી રૂપિયા લાવવાનું કહી મારઝૂડ કરતો હતો
  • સમાધાન થયા બાદ પણ ત્રાસ ચાલુ રહેતાં નોંધાવેલી ફરિયાદ

વડોદરાના વાડી વિસ્તારની 24 વર્ષીય મુસ્લિમ યુવતીના લગ્ન જ્ઞાતિના રીતરિવાજ મુજબ વાડી વિસ્તારમાં જ રહેતા યુવાન સાથે બે વર્ષ અગાઉ થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરિયાં દ્વારા માનસિક શારીરિક ત્રાસ અપાતો હતો. તેમજ પતિ પણ અવાર નવાર પિયરમાંથી રૂપિયા લઈ આવવાનું દબાણ કરી મારઝૂડ કરતો હોઇ મહિલા પોલીસમાં અરજી આપ્યા બાદ સમાધાન કરી ડભોઇ રહેવા લઈ આવ્યો હતો. ત્યાં પણ એ જ સિલસિલો ચાલુ રહેતાં આખરે પરિણીતાએ ડભોઇ પોલીસમાં પતિ, સસરા અને નણંદ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાતીમાબીબી મહમદએઝાજ ખજુરીવાલા (ઉ.વ.24 રહે.ફૈજ એપાર્ટમેન્ટ, મોટી મસ્જિદ સામે, વાડી, સ્વામી નારાયણ મંદિરની પાછળ)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન બે વર્ષ અગાઉ જ્ઞાતિના રીતરિવાજ મુજબ વાડી વિસ્તારમાં જ ફૈજ એપાર્ટમેન્ટમાં રહેતા મહમદએઝાજ મહમદજુબેર ખજુરીવાલા સાથે થયા હતા.

લગ્નના થોડો સમય સુધી સાસરિયાં દ્વારા સારું વર્તન વ્યવહાર રાખ્યા બાદ પતિ દ્વારા મકાન લેવા માટે અવાર નવાર ફાતીમાબીબી પાસે પિતાના ઘેરથી રૂપિયા લઈ આવવા દબાણ કરવાનું શરુ કરાયું હતું. ગરીબ માબાપની દીકરી હોવા છતાં તેણે રૂપિયા 10,000 લઈ આવી પતિને આપ્યા હતા. ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરી માનસિક શારીરિક ત્રાસ આપતા પતિને સસરા મહમદજુબેર તેમજ નણંદ સલમાબીબીએ સહ્કાર આપી ત્રણેય જણે ત્રાસ આપતાં કંટાળેલી યુવતીએ મહિલા પોલીસમાં અરજી કરી હતી. ત્યાંથી સમાધાન કરી ફરી સંસાર શરૂ કરતાં સારા દિવસો રહ્યા હતા. જોકે બાદમાં ફરી ઘર કંકાસ શરૂ કરી પતિ અવારનવાર તેને મારઝુડ કરતો હતો. અને નણંદ અને સસરા ચઢામણી કરતા હોઇ પરિણીતાએ પોતાના પિતાને વાત કરતાં તેઓ ડભોઇ આવી દીકરીને પોતાના ઘેર વડોદરા ખાતે તેડી ગયા હતા.

જ્યાં સમય જતાં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. જે બે માસ બાદ બીમારીમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારથી પરિણીતા પોતાના પિયરમા રહેતી હોઇ કંટાળીને તેણે પતિ, સસરા અને નણંદ સામે ડભોઇ પોલીસને ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...