તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બાણજમાંથી વૃક્ષો કાપીને લઈ જતાં ઈસમ સામે એટ્રોસિટીની ફરિયાદ

ડભોઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા સરપંચના દિયરને જાતિ અપમાનિત શબ્દો ઉચાર્યા
 • વૃક્ષો કાપીને લઈ જતાં ઈસમે મારી નાખવાની ધમકી અાપી હતી

ડભોઇ તાલુકાના બાણજ ગામે ગામ ગોચરમાંથી ગેરકાયદેસર વૃક્ષો કાપી બારોબાર લઈ જતાં મહિલા સરપંચના દિયર દ્વારા પૂછપરછ કરવા રોકતા જાતિવિષયક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે ડભોઈ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ 23મી ડિસેમ્બરના રોજ બાણજ ગામના મહિલા સરપંચ રશ્મિબેન વસાવાના દિયર ધર્મેન્દ્રકુમાર ઇશ્વરભાઇ વસાવા ઉંમર વર્ષ 42 બપોરના એક વાગ્યાના સુમારે સ્કૂલ તરફે નીકળ્યા હતા.

તે સમયે ગામના જ રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ નરપતભાઈ બારોટ ગામના ગોચરમાંથી ઘણા બધા વૃક્ષોનું નિકંદન કરી ટેમ્પામાં ભરીને લઇ જતા હતા. ધર્મેન્દ્રના ભાભી જ ગામના સરપંચ હોય સમય આવે તેઓને જ ગ્રામજનોને જવાબ આપવાના હોય છે તે હેતુથી ધર્મેન્દ્ર ટેમ્પો થોભાવી તમે ગામના ગોચરમાંથી કેવી રીતે વૃક્ષો કાપીને લઈ જાઓ છો તેમ કહેતા જ રાજેન્દ્રભાઈ બારોટ અચાનક ઉશ્કેરાઈ ગયા અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો સાથે બિભસ્ત ગાળો ભાંડી તમારી હેસિયત શું છે થાય કે કરી લો કહી જો બીજીવાર રોક્યો છે તો જણાવી હાથમાં લોખંડનો પાઈપ બતાવી આ તમારી માટે જ રાખ્યો છેનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

એટલું જ નહીં તો સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ રાજુ બોબડાને પણ બોલાવ હું તેમને પણ બતાવી દઈશ જેથી ડર લાગવાથી ધર્મેન્દ્ર સીધો તેના ઘરે નીકળી ગયો. ત્યારબાદ આ તમામ હકીકતની જાણ સરપંચ અને ડેપ્યુટી સરપંચના કરી જેથી બીજા દિવસે જ સવારમાં પંચાયતના તલાટીને ગોચરમાં આવા ગેરકાયદે કપાયેલા વૃક્ષો બાબતે પંચનામું કરવાનો આદેશ કરતાં ગામના બે માણસો સાથે રાખી તલાટીએ પંચનામું કરી આપ્યું હતું.

ત્યારબાદ પરિણીત મહિલા સરપંચ રેશ્માબેન આ અંગેની લેખિત ફરિયાદ તાત્કાલિક અસરથી ડભોઇ મામલતદારને આપી આમ માણસ ગામના રાજેન્દ્ર બારોટ માથાભારે ઈસમ હોય ગમે ત્યારે હેરાન-પરેશાન કરે છે.તેને લઈ ધર્મેન્દ્ર વસાવાએ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ડભોઈ પોલીસ મથકમાં રાજેન્દ્ર બારોટ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે. જે આધારે પોલીસે આગળની તપાસનો દોર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો