તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સુગમ સંગીત અને ભજનમાં ડભોઈની શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી, ખેલ મહાકુંભ-2020 અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીમનભાઇ પટેલ વિધાસંકુલના વિધાર્થીઓ મોખરે રહ્યાં

ડભોઇના વેગા ત્રિભેટ પાસે આવેલ સ્વ.ચીમનભાઇ પટેલ વિધાસંકુલ ના આચાર્ય ડૉ.સંતોષ દેવકરના માર્ગદર્શન હેઠળ શાળામા અભ્યાસ કરતા વિધાર્થીઓ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-2020 અંતર્ગત યોજાયેલ જુદીજુદી ખેલ સ્પર્ધામા ભાગ લીધો હતો. જેમા વિજેતા થઈ ચાર નંબરો સાથે મોખરે રહ્યા હતા. કોરોના મહામારી ને કારણે ખેલ મહાકુંભમા સી.ડી. મંગાવી નિર્ણય લેવાયો હતો. જેમા ડભોઇની ચીમનભાઇ પટેલ વિધાસંકુલના વિધાર્થીઓએ સુગમ સંગીત અને ભજનમા ક્રમાંક મેળવી બાજી મારતા હવે રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના શાળા-કોલેજોમા અભ્યાસ કરતા વિધાર્થીઓને પોતાની પ્રતિભા બહાર લાવવા માટે રાજ્ય વ્યાપી રમત ગમત માટેનુ અભિયાન ચલાવ્યુ છે. સરકારના અભિયાનને સફળ બનાવવા તેમજ અભ્યાસુ વિધાર્થીઓની ખેલ જગતમા રાજ્ય અને દેશ વ્યાપી પ્રતિભા ઉભી કરવા શાળા અને ડભોઇનુ નામ રોશન કરવાના ઉમદા આશય સાથે શાળાના આચાર્ય ડો. સંતોષ દેવકરના માર્ગદર્શન હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીનો પ્રકોપ હોય ખેલ મહાકુંભ -2020ના કાર્યક્રમ અંતરગત સી.ડી. બનાવી જિલ્લા કક્ષાએ મોકલી હતી. જેથી નિર્ણાયકોએ જુદીજુદી શાળાઓમાથી આવેલ વિધાર્થીઓની રમતોની સી.ડી.ની ચકાસણી કરી હતી. જેમા સુગમ સંગીતમા પાઠક મોક્ષા (6થી 8 વર્ષ) દ્રીતીય, જ્યારે પ્રથમ કંદર્પભાઇ પ્રથમ (21થી 59 વર્ષ) આવ્યા હતા. એ રીતે ભજનમા રાઠવા મિસીતા તૃતિય જ્યારે શાહ પ્રેયશ પ્રથમ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો