તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ચાંદોદ ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિર સુધી પહોંચવાના ડામર રોડની કામગીરીનો પ્રારંભ

ચાંદોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાંદોદ ખાતે આવેલા શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર તેમજ રોડની કામગીરી તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
ચાંદોદ ખાતે આવેલા શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર તેમજ રોડની કામગીરી તસવીરમાં નજરે પડે છે.
  • ચોમાસામાં આ માર્ગમાં કાદવ કીચડ થતાં અવર-જવર કરવામાં મુશ્કેલી પડતી હતી
  • વર્ષોથી મંદિરે પહોંચવા માટે કાચા માર્ગ પરથી જતા શ્રદ્ધાળુઓ અગવડ અનુભવતા હતા

ચાંદોદ નવા માંડવા ખાતે આવેલા પૌરાણિક શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર જવા માટેના બંને તરફના વર્ષો જૂના કાચા માર્ગ પર પાક્કા ડામરના રોડની કામગીરીનો આરંભ થતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર વ્યાપી છે. ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે આવેલું પૌરાણિક શ્રી હરસિધ્ધિ માતાજીનું મંદિર અનેરું મહાત્મય ધરાવે છે. જે પંથક સહિતના સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે.

મુખ્ય માર્ગને અડીને આવેલા માતાજીના આ મંદિરે પહોંચવા માટે વર્ષોથી બંને તરફના કાચા માર્ગ પરથી પસાર થઈ મંદિર સુધી પહોંચવામાં શ્રદ્ધાળુઓ અગવડ અનુભવતા હતા. ઉપરાંત ચોમાસા દરમિયાન આ માર્ગ કાદવ કીચડ વાળો થઈ જતા મંદિર સુધી પહોંચવા માટે પારાવાર તકલીફ સર્જાતી હતી. ત્યારે આ સમસ્યા બાબતે નગરજનો શ્રદ્ધાળુઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય શૈલેશ મહેતાનું ધ્યાન દોરી પાકો માર્ગ બનાવવાની રજૂઆત કરાઈ હતી.

ધારાસભ્યે રજુઆતને રંત ધ્યાન પર લઈ યુદ્ધના ધોરણે મંદિરે પહોંચવાના બંને તરફના કાચા માર્ગ પર પાકા ડામર વાળા રોડ બનાવવાની કામગીરીનો આરંભ કરાવતા ભાવિક ભક્તો રોડના નિર્માણ બાદ સરળતાથી શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચી શકશે ધારાસભ્ય શૈલેષ મહેતાએ રોડ નિર્માણની કામગીરીને ત્વરિત પ્રાધાન્ય આપતા નગરજનોએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...