તપાસ:ડભોઇ કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

ડભોઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચ દ્વારા સમગ્ર મામલે નાયબ કલેક્ટરને તપાસ સોંપાઇ

ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ પર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે. હવે ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાઇ છે ત્યારે દિવસ પૂર્વે ડભોઇ વિધાનસભાના સ્થાનિક અને કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ વિધાનસભામાં આવેલ ભાયલી ગામે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો પૈસા વહેંચતો એક વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને ભાજપ દ્વારા આ વીડિયોની ગંભીરતા લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલના વીડિયો ચકાસવા બાબતે ડભોઇના તંત્રને આદેશ કરાયો હતો.

વીડિયો એનાલિસીસના આધારે તંત્ર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે જેમાં પૈસાની વહેંચણી કરાતી હોય તેવું પંચને પણ લાગતું હતું જેથી મંગળવારે ચૂંટણીપંચ દ્વારા આચાર સહિતા ભંગનો ગુનો દાખલ કરાયો છે અને કોંગ્રેસના ઉમેદવારને નોટિસ અપાઈ છે અને તપાસ નાયબ કલેકટર કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...