નશાખોરોનું આશ્રય સ્થાન:ડભોઇ રેલવે સ્ટેશન સામેની નશાબંધી ઓફિસનું બંધ મકાન નશાખોરો માટે અડ્ડો

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈના દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલ નશાબંધી ખાતાની અલાયદી ઓફિસ નિર્જન હોવાથી નશાખોરોનું આશ્રય સ્થાન બની છે - Divya Bhaskar
ડભોઈના દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલ નશાબંધી ખાતાની અલાયદી ઓફિસ નિર્જન હોવાથી નશાખોરોનું આશ્રય સ્થાન બની છે
  • વર્ષ 2004થી નશાબંધી આબકારી ખાતું બંધ કરાયું હતું
  • નશાખોરો આજે તેમાં જ બેસીને દારૂ ઢીંચે છે

ડભોઇના દેસાઇયાર્ડ વિસ્તારમા રેલ્વે સ્ટેશનની સામે આવેલ નશાબંધી આબકારી ખાતાનું પાછલા 17 વર્ષથી બંધ પડેલ અવાવરુ મકાન જર્જરીત થવા સાથે પિયક્કડોનો અડ્ડો બની જવા પામ્યુ છે. 1995થી 2004 સુધી ગુજરાત સરકારના નશાબંધી ખાતાના તાબામાં દેશી વિદેશી દારૂની બદીને ડામવા માટે નશાબંધી આબકારી ખાતા દ્વારા અલાયદા પોલીસ સ્ટેશન ઠેરઠેર બનાવાયા હતા. જેમાં ડભોઇના દેસાઇયાર્ડ વિસ્તારમાં ગાયકવાડી જૂની બિલ્ડીંગમાં નશાબંધી ઓફિસ શરૂ કરાઇ હતી.

એક સમયે જે ઓફિસ તરફ જતા પણ ડરતા નશાખોરો આજે તેમાં જ બેસીને દારૂ ઢીંચી સમયની થપાટોમાં નિર્જન થયેલ નશાબંધી ઓફિસના બંધ પડેલા મકાનનો લાભ ઉઠાવી રહ્યા છે. દારૂ ઢીંચવા અને દારૂનો જથ્થો મુકવાની સૌથી શ્રેષ્ઠ જગ્યા ખેપીયાઓ અને તેઓના મળતીયાઓ માટે સાબિત થઈ રહે છે. ડભોઇના દેસાઇયાર્ડ વિસ્તારમાં આવેલ નશાબંધી આબકારી ખાતાની બંધ પડેલ ઓફિસ નશાખોરોનું આશ્રય સ્થાન બની જવા પામ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2004થી નશાબંધી આબકારી ખાતુ બંધ કરાયા બાદથી 17 વર્ષના વહાણા વહી ગયા બાદ પણ ફરી નશાબંધી ખાતુ શરૂ ન કરાતા બંધ અને નિર્જન પડેલ ઇમારત અસામાજીકો અને નશાખોરોનો અડ્ડો બની જવા પામ્યું છે. દેશી-વિદેશી દારૂ બનાવનારા અને વેચાણ કરનારા નશાબંધી ખાતાની ટાટા 407 નેવીભુરા રંગની મોબાઇલ જોઇ નિર્જન વિસ્તારો અને કોતરોમાં લપાઇ જતા હતા. આજે અવાવરુ બંધ પડેલી નશાબંધી ઓફિસના દરવાજા પિયક્કડો માટે કાયમી ખુલ્લા રહી જવા પામ્યા હોય નગરજનોને આશ્ચર્ય સાથે અચરજ થવા લાગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...