તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇ પાલિકાના ચીફ ઓફિસરે હડતાળિયા સફાઈ રોજમદારો સામે ફરિયાદ કરતા ચકચાર

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 170 સફાઈ કર્મીઓ ધારાસભ્યના વાકબાણથી છંછેડાઇને હડતાળ પર ઉતર્યા
  • ડભોઈ પોલીસે 7 સફાઇ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

ડભોઇ નગરપાલિકાના સફાઇકર્મીઓના સંગઠને એકજૂથ થઈ શુક્રવારથી જ સામૂહિક હડતાળ પર ઉતરી ગયા હોય ત્યારે ગતરોજ પાલિકાના ચીફ ઓફિસરે સફાઇકર્મીઓના 7 અગ્રણીઓ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસરને તેમજ કારોબારી ચેરમેનને અને પાલિકા સભ્યને ગમેતેવી ગાળો બોલી, અસભ્ય વર્તન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા પોલીસે 7 સફાઇ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ડભોઇ નગરપાલિકાના 170 જેટલી મહિલા અને પુરુષ સફાઇ કર્મચારીઓ ધારાસભ્યના વાંકબાણથી છંછેડાઇને હડતાળ પર ઉતરી ગયેલા છે. જે વિવાદ સમવાનું નામ લેતો નથી. ઉલટાનું વધુને વધુ વકરતો જતો હોય પાલિકાના મુખ્ય અધિકારી એસ.કે.ગરવાલની ફરિયાદમાં જણાવ્યા મુજબ પાલિકાની કચેરી સામે ખુલ્લામાં સફાઇકર્મીઓ ભેગા થઈ બૂમબરાડા પાડતા હોવાથી તેમજ કારોબારી ચેરમેન વિશાલભાઇ શાહ અને નાણા સમિતિના ચેરમેન બિરેનભાઇ શાહ સાથે અસભ્ય વર્તન કરી ગમેતેમ ગાળો બોલતા હોય તેઓને પુછેલ કે તમારે શુ છે. કેમ ગાળો બોલો છો. ત્યારે કહેલ કે તમે અમોને કેવી રીતે છૂટા કરો છો. તેમ કહી સફાઇ કર્મચારી સચિન જગદીશભાઇ હરીજને પોતાના કપડાં કાઢી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારે ચીફ ઓફિસરે 7 સફાઇ કર્મચારી અગ્રણીઓ જેમાં સચિન જગદીશભાઇ હરીજન, મણીલાલ છીતાભાઇ હરીજન, લક્ષ્મણ છીતાભાઇ હરીજન, દ્વારકાદાસ પરસોત્તમદાસ હરીજન, દીક્ષિત રતિલાલ હરીજન, સુરેશ ડાહ્યાભાઇ હરીજન, સાગર ગણપતભાઇ હરીજન વિરુદ્ધ ડભોઇ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદ આધારે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...