વેપારીઓમાં ફફડાટ:ડભોઇ નગરમાં હોળીના દિવસે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ

ડભોઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દુકાનોમાંથી ખજૂર અને પતાસાના સેમ્પલ લેવાયા

હોળી પર્વ ટાણે જ ડભોઇ નગરના બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પાંચથી છ અધિકારી કર્મચારીઓ દ્વારા ખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે જ દુકાનોમાંથી ખજૂર તેમજ પતાસાના સેમ્પલ લઇ ચકાસણી માટે લઈ જવામાં આવ્યા છે. જેને લઇ વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

તહેવારોના સમય દરમિયાન ગ્રાહકો સાથે ખાધ સામગ્રીમાં છેતરપિંડી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એ. બી. રાઠવા સહિત પાંચથી છ કર્મચારીઓ સાથે ડભોઈ નગરના માર્કેટ વિસ્તારમાં વ્યાપારીઓ દ્વારા ખુલ્લું ખજૂર સહિતની ખાધ ચીજ વસ્તુઓ વેચાણ કરતા માત્ર બે જ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા બજારમાં ભાગદોડ મચી જવા પામી હતી.

દુકાનમાંથી ખજૂર તેમજ પતાસાના સેમ્પલ લઇ સંતોષ માનતા જે લેવાયેલા સેમ્પલોમાં કોઈ ગેરરીતી માલુમ પડશે તો વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને દંડનીય સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અધિકારીઓ દ્વારા ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...