ચૈત્રી પૂનમ:ચાંદોદમાં ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

ચાંદોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૈત્ર સુદ પૂર્ણિમાએ ગુજરાતભરમાંથી નર્મદા સ્નાન, પિતૃતર્પણ, પિંડદાન સહિતના વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટ્યા હતા. કોરોના મહામારી કાબૂમાં આવતા બે વર્ષ બાદ ગુજરાતભરના ભોઈ અને કહાર સમાજના શ્રદ્ધાળુઓ પિતૃ મોક્ષાર્થે ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પધાર્યા હતા.

શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્નાનના લાભ સાથે પોતાના તીર્થ ગોર પાસે પિતૃ તર્પણ- પિંડદાન જેવા શ્રાધ્ધાદિક કર્મમાં જોડાઈ બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન અર્પણ કરી સદગત પૂર્વજોના મોક્ષ અર્થે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે ચૈત્ર માસને હિન્દુ શાસ્ત્રમાં પિતૃ માસ તરીકેનું સ્થાન મળ્યું છે. જેથી હાલમાં ચાલી રહેલા ચૈત્ર માસ દરમિયાન ગુજરાત સહિત પરપ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પધારતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...