ઉજવણી:ડભોઇમાં બદ્રીનારાયણ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી

ડભોઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરી ભાગોળ પાસે આવેલા બદ્રીનારાયણ મંદિરે આજરોજ ગુરુપૂર્ણિમા પર્વે શિષ્યો અને ભક્તો દ્વારા મંદિરના મુખ્ય મહંત પ.પુ.1008 સ્વામી સુદર્શણાચાર્યજીને પગે લાગી આશીર્વાદ લઈ ધાર્મિક ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમા ઉજવી હતી. જેમાં નગરના ભક્તો, શિષ્યો અને અગ્રણીઓએ ગુરુના સાનિધ્યમાં આશીર્વાદ લઈ પોતાની જાતને ધન્ય બનાવી હતી. જ્યારે નગરના સ્વામિનારાયણ મંદિર, વાઘનાથ મહાદેવ મંદિર,વેગા હનુમાનજી મંદિર સહિત અનેક ધાર્મિક સંસ્થાઓમાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...