ડભોઇ બોડેલી રોડ ઉપર બની હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. પૂર ઝડપે ચાલતા ડમ્પર ચાલકે બોડેલી તરફ જતા બાઇક સવારોને અડફેટે લેતા બંને બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયા હતા. બાઇલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય યુવકને નાની મોટી ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઇકને ટક્કર મારી ભાગી છૂટ્યો છે. ડભોઇ બોડેલી રોડ ઉપર પુર ઝડપે દોડતા હાઈવા અને ડમ્પર પર નિયંત્રણ લાવાની જરૂર છે.
અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી હોય તેવાં કપુરાઈ ચોકડી નજીક મજૂરી અર્થે ગયેલ બે યુવકો પરત વતન જઇ રહ્યા હતા. તે અરસામાં દારૂલ ઊલમ નજીક બંને બાઇક સવારોને પૂર ઝડપે આવતા અજાણ્યા ડમ્પર ચાલકે ટક્કર મારતા બંને યુવાનો રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં ફંગોળાયા હતા. જેમાં બાઇક ચાલક સચિન અતુલભાઈ રાઠવાનું માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળે જ મોત નોપજ્યું હતું. તો પાછળ બેઠેલ મયુર અતુલભાઇ રાઠવાને ઇજા થતાં 108ની મદદથી રેફરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો હતો. સમગ્ર બનાવમાં બાઇક સવારોને ટક્કર મારનાર ડમ્પર ચાલક ભાગી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવકની પી.એમ. કાર્યવાહી હાથ ધરી ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.