તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંગુઠણ નજીક ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવાનનંુ મોત

ડભોઇ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટ્રકની અડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળેજ મોત થયું હતું. - Divya Bhaskar
ટ્રકની અડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળેજ મોત થયું હતું.
 • નારીયા ગામે હાજરી આપવા યુવાન જતો હતો
 • મૃતકના ભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ ફરીયાદી નરેશ મથુરાપ્રસાદ વર્મા ઉ.વ.23 રહે. તુલજાનગર કોતરતલાવડી પાસે, વડસરરોડ, માંજલપુર, વડોદરા મુળ રહે. હમીરમઉ તા.દલમઉ જી.રાયબરેલી (યુ.પી.)ની ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓ ત્રણેય ભાઇ સંયુક્ત પરીવારમા વડોદરા ખાતે પાછલા ત્રીસ વર્ષથી રહે છે. મકરપુરા જી.આઇ.ડી.સી. ખાતે ખાનગી કંપણીમા નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેઓના મોટોભાઇ નામે રાકેશ વર્મા ઉ.વ.25 તેના મિત્રનુ અંગુઠણ ગામે લગ્ન પ્રસંગ હોવાથી લગ્નમા હાજરી આપવા વડોદરાથી પોતાની બાઈક લઈને ડભોઇના નારીયા ગામે જવા માટે સવારમા નિકળ્યો હતો.

ત્યારે અંગુઠણ ગામના વળાંક પાસે સામેથી આવેલી ટ્રકના ચાલકે પુરઝડપે હંકારી આવી અકસ્માત કરતા રાકેશ વર્માને માથામા, શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે ટ્રક સામે છેડે ખાડામા ઉતરી ગઈ હતી. ડભોઇ પોલીસે મરનારના ભાઇની ફરીયાદ આધારે અકસ્માતનો ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો