તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પિસઈ ગામે સરકારી જગ્યામાં ગ્રામ પંચાયત દ્વારા માપણી કરાતાં મારામારી

ડભોઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત છ ઇસમોએ કામગીરી રોકાવી છૂટ્ટી ઇંટો મારી

ડભોઇ તાલુકાના પિસઈ ગામે બસ સ્ટેન્ડ સામે આવેલી ખુલ્લી જગ્યામા ગામના સરપંચ દ્વારા તલાટી, માપણી અધિકારી, સર્કલ અને પટાવાળાની હાજરીમાં જમીનમાં પ્લોટ પાડવાની માપણીની કામગીરી કરતા હોય ગામના જ પટેલ સમાજના એક મહીલા સહીત છ ઇસમોએ કામગીરી રોકાવી જમીન પર સ્ટે આવી ગયો છે. તેમ કહી બોલાચાલી ઝઘડો કરી છુટ્ટી ઇંટો મારી કામગીરીમા રુકાવટ કરેલી હોવાની ફરીયાદ આપતા પોલીસે સરપંચની ફરીયાદ આધારે 6 સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહીતી મુજબ ફરીયાદી રંજનબેન અંબુભાઇ પાટણવાડીયા ઉ.વ.54 રહે.પિસઇ તા.ડભોઇ ની સરપંચ હોય ગામના બસ સ્ટેન્ડ સામે આવેલી સરકારી ખુલ્લી જગ્યામા ગ્રામ પંચાયત દ્વારા 40 પ્લોટ પાડવાનું આયોજન હોય જેથી સરપંચ રંજનબેન તેઓના પતિ અંબુભાઇ, પંચાયતનો પટાવાળો સંજયભાઇ પાટણવાડીયા, તલાટી, સર્કલ તેમજ માપણી અધિકારી સહીતનાઓ જમીનની માપણી કરતા હોય તે સમયે ગામના રજનીશભાઇ જશભાઇ પટેલ તથા તેમની પત્નિ મયુરીબેન આવીને એકદમ ઉશ્કેરાઇ જઈ કહેવા લાગેલા કે તમે કોણે પુછીને આ જગ્યા પર પ્લોટ પાડો છો.

આ જગ્યા પર તો સ્ટે આવી ગયો છે. ત્યારે સરપંચે કહેલું કે સ્ટેની કોપી અમને મળેલી નથી. જેથી ફોન કરી રાજેશભાઇ જયચંદભાઇ પટેલ, નૈતિકભાઇ રાજુભાઇ પટેલ, સન્નીભાઇ રાજેશભાઇ પટેલ, ઠાકોરભાઇ શનાભાઇ પટેલને બોલાવતા તમામ આવી ગયેલા અને સરપંચને મયુરીબેન પટેલે દિવેલા ચોર કહેતા તેઓના પુત્ર હીતેશે માતાને ચોર કેમ કહો છો નું કહેતા બોલાચાલી બાદ ઝઘડો કરી છુટ્ટા હાથની મારામારી અને ઇંટો મારતા સરપ્ંચના પુત્ર હીતેશ અને જતીનને ઇંટો વાગતા હાથની આંગળી અને માથામાથી લોહી નિકળ્યુ હતુ.

જ્યારે બીજા બધા એક સંપ થઈ ગડદાપાટુનો મારમારી સરકારીકામમા રુકાવટ ઉભી કરી ઝઘડો કરેલો હોવાની ફરીયાદ ડભોઇ પોલીસને મહીલા સરપંચે આપતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...