તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ શરૂ:ચૂંટણી ફરજ પરના કર્મીઓની શુક્રવારથી તાલીમ શરૂ થઇ જતાં બેંકિંગ કામકાજ ઠપ્પ

ડભોઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
એસબીઆઈ બેંકના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજમાં રોકતા શુક્રવારે તાલીમના દિવસે બેંક બંધ રહેતા પ્રજા અટવાઈ હતી. - Divya Bhaskar
એસબીઆઈ બેંકના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજમાં રોકતા શુક્રવારે તાલીમના દિવસે બેંક બંધ રહેતા પ્રજા અટવાઈ હતી.
 • ડભોઇમાં ચૂંટણીને લઇ બેંક કર્મચારીઓ ફરજ પર
 • બેંકિંગ કામકાજ સદંતર બંધ હોઇ ગ્રાહકો અટવાયાં

28મી ફેબ્રુઆરીના રોજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ શુક્રવાર તારીખ 5મીના રોજ ડભોઇ ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓની તાલીમ ડભોઇ કોલેજ ખાતે ગોઠવવામાં આવી હતી. જેમાં બેંકોના કર્મચારીઓને પણ ફરજિયાત તાલીમ માટેની ફરજ પાડતા sbi બેંકમાં શુક્રવારે કાગડા ઉડતા જોવા મળ્યા. બેંકિંગ કામકાજ બંધ રહેતા ગ્રાહકો અટવાયા હતા.

શાંતિથી ચૂંટણી પૂર્ણ થાય જેને લઇ ચૂંટણીમાં કામગીરી કરનાર અધિકારીઓની શુકર્વારે ડભોઇ કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ડભોઇ એસબીઆઈના કર્મચારીઓને પણ તાલીમ માટે બોલાવવામાં આવતા ડભોઇ એસબીઆઇ બેંકને બંધ રાખવાની ફરજ પડી હતી. બેંકના ગ્રાહકોને બેંક બંધ છે.

એવી જ અગાઉથી જાહેરાત બેંક દ્વારા કરવામાં ન આવતા બેંકમાં લેવડદેવડનો વ્યવહાર ખોરવાયો હતો. ડભોઇ એસ.ટી ડેપો સિલક એસબીઆઇ બેન્કમાં જમા કરાવવા જતા બેંકની બહાર ‘બેંકના કર્મચારીઓ તાલીમમાં ગયા હોવાથી બેંકનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે’નું બોર્ડ લટકતું જોવા મળ્યું હતું. બેંકમાં પૈસા ઉપાડવા આવનાર ગ્રાહકોને દવાખાનામાં સારવાર માટે પૈસા ભરવાના હતા. તેઓ પણ બેંક બંધ હોવાથી તકલીફમાં મુકાયા હતા. આ બાબતે તાલીમ લેનાર અધિકારીઓને પૂછતા તેમણે આ બાબતે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો