તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બંબોજ-કબીરપુરા : 50 લાખનો 2 કિમી રોડ બનશે

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બંબોજ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ અને બંબોજથી કબીરપુરાના રોડનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા. - Divya Bhaskar
બંબોજ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ અને બંબોજથી કબીરપુરાના રોડનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા.
  • ડભોઇના 14 લાખના પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું
  • બંબોજથી કબીરપુરાના આશરે બે કિલોમીટરનો રોડ ખખડધજ હોઇ માગ કરાઇ હતી

ડભોઇ તાલુકાના બંબોજ ગામે 14 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પંચાયત ભવનનું લોકાર્પણ અને કબીરપુરાથી બંબોજ 50 લાખના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો સંબોધતા ધારાસભ્યે જણાવ્યું હતું કે સરપંચ, તલાટી, સહિત ગ્રામપંચાયાતના સદસ્યો સાનુકૂળ વાતાવરણ માં બેસી ગામના વિકાસ માટે આયોજન કરી શકે તેમજ કોપ્યુટરરાઈઝ સેવાઓ ગ્રામજનોને મળી શકે તે માટે ખાસ આયોજન સરકાર દ્વારા કરી ગામે ગામ નવા પંચાયત ભવન બનાવમાં આવી રહ્યા છે.

બંબોજ ગામે પણ ખાસ સભાહોલ અને અન્ય હોલ સાથે સુવિધાસજ્જ ભવનનું રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગ્રામજનોની છેલ્લા કેટલા સમયથી બંબોજ થી કબીરપૂરા આશરે બે કિલોમીટરનો રોડ ખખડધજ હોય તે માગ હતી જેને અનુલક્ષીને રૂ.50 લાખના ખર્ચે કબીરપુરાથી બંબોજના નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ બબ્બે લાભ આ ગ્રામજનોને મળતા તેવોમાં આનંદની લહેર જોવા મળી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, વીરપાલસિંહ રાજ સહિત બંને ગામોના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...