તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ડભોઇના ફરતીકુઇ ખાતે આધેડને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ

ડભોઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા ઇસમે જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો
 • ઈજાગ્રસ્તને ડભોઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયાં

ડભોઇ તાલુકાના ફરતીકુઇ ખાતે મંદિરથી ઘરે જતાં 51 વર્ષીય આધેડ પર અજાણ્યા ઇસમે જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગતી દીવાસળી ફેંકી સળગાવવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બીજી બાજુ આ ઇજા પામનાર ઇસમે પણ ગામના યુવાન વિરોધ તેની પત્નીની સાથે આડાસંબંધ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

ડભોઇ તાલુકાના ફરતીકુઈ ગામ ખાતે ગઈકાલે ઘટેલી ઘટનામાં ગામના સુરેશભાઈ શંકરભાઈ ભાટીયાએ ગામના જ અમરીશ ગોવિંદભાઈ વસાવા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ સુરેશ ભાટીયા ગઈકાલે બસ સ્ટોપ તરફ જતો હતો તે સમયે અમરીશ ગોવિંદ વસાવાએ ગમે તેમ ગાળો ભાંડી હતી અને તું મારી પત્ની સાથે આડાસંબંધ કેમ ધરાવે છે એનું જણાવી ઉશ્કેરાઈ જઈ શેરડી કાપવાનો છરો ડાબા કાન પર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ બાબતે ફરિયાદ નોંધાવી ત્યારે અમરીશ ગોવિંદ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર શુક્રવારની રાત્રે 8થી 9:30ના અરસામાં તે મંદિરની આરતી પતાવી ઘરે જતો હતો તે દરમિયાન સુરેશ ભાટિયા પોતાની બાઈક લઈ જતા હતા. તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બંને પોતાના ઘરે પહોંચી ગયા હતા. ઘરે 15-20 મિનિટ બેઠા બાદ અમરીશ વસાવા બહાર નીકળી પરત ઘરે જતો હતો. તે સમયે સુરેશ ભાટીયાનો પુત્ર પ્રિતેશ અને તેનો મિત્ર મયુર બંને જણા તેના ઘર પાસે હતા.

અચાનક કોઈ અજાણ્યા ઈસમોએ આવી અમરીશ વસાવા પર જ્વલનશીલ પદાર્થ નાખી તુરંત જ ઝડપથી દીવાસળી ફેંકી તેને જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આજુબાજુના લોકો દોડી આવ્યા વધુ શળગે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવ્યો અને 108 ઈમરજન્સી સેવા મારફતે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં હાલતે સારવાર હેઠળ છે.

ડભોઇ પોલીસે આ બાબતેની પણ ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે. આમ ફરતીકુઇમાં સામાન્ય બાબતને લઈ બે ફરિયાદો નોંધાતા ગામમાં સોંપો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો