ચોરી ઉપર સીનાજોરી:ડભોઇમાં વોર્ડ નંબર 3ના જનસેવકનો મહિલા પર પાવડાથી હુમલાનો પ્રયાસ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ વોર્ડ 3ના જન સેવક સલીમભાઈ ઘાંચી ઉઘાડા શરીરે હાથમાં પાવડો લઈ હુમલો કરવાનો પ્રયાસ કરતાં તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઈ વોર્ડ 3ના જન સેવક સલીમભાઈ ઘાંચી ઉઘાડા શરીરે હાથમાં પાવડો લઈ હુમલો કરવાનો પ્રયાસ કરતાં તસવીરમાં નજરે પડે છે.
  • સરકારી જગ્યામાં મકાન-શૌચાલય બનાવતા જનસેવક સામે મહિલાએ પાલિકામાં અરજી કરતાં સેવક ધુંઆપુંઆ થઇ ગયો
  • જન સેવક સલીમ ઘાંચી સરકારી જગ્યામાં શૌચાલય બનાવે તો ચીફ ઓફિસર રોકશે?

ડભોઇ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સલીમ ઘાંચીની પ્રજા સામે ચોરી ઉપરથી સીનાચોરી બહાર આવી છે. સરકારી જગ્યામાં સંડાસ બનાવતા કોર્પોરેટર સામે મહિલાએ નગરપાલિકામાં અરજી કરતાં વિફરેલા આ જનસેવકે મહિલા પર પાવડા વડે હુમલો કર્યો હતો. મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસ જનસેવકની સામે કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન ર્ચચામાં રહ્યો છે.

ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર 3ની પ્રજાનાં વિશ્વાસનો મત લઈને સત્તાસ્થાને બેઠેલા નગરસેવકે લુખ્ખી દાદાગીરી સાથે સરકારી જગ્યામાં જ પોતાના મકાન ઉપરથી વિસ્તારના રહીશોને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર શૌચાલયનું બાંધકામ કરતાં એ વિસ્તારની એક મહિલાએ ડભોઇ નગર પાલિકામાં આ બાબતે ઓફિસરને અરજી કરી હતી.

આ અરજી જનસેવકને રાસ ના આવતાં ધંુઆપુંઆ થયેલા જનસેવક સલીમભાઈ ઘાંચી ઉઘાડી હાલતમાં આક્રમક મૂડમાં બહાર આવી મહિલા સામે ધસી પડયા હતા. ત્યાં હાથમાં પથ્થર આવેથી પથ્થર મારી દીધો હતો. જ્યારે રસ્તામાં પડેલો પાવડો હાથમાં આવતાં પાવડાથી મહિલા સામે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિસ્તારના રહીશોએ આક્રમક મૂડમાં ધસી ગયેલા આ જનસેવકને પકડી શાંત પાડતાં મહિલાનો બચાવ થયો હતો.

હાલ ચાલી રહેલા શૌચાલયના કામકાજ વિશે વધુ વાત કરવા જઈએ તો સરકારી જગ્યામાં સંડાસ બાંધનાર જનસેવકે પ્રજાની સુખાકારી માટે નાખવામાં આવેલાં પેવર બ્લોક પણ જે તે સમયે બેસડવા દીધા ન હતા. આમ પ્રજાનો વિશ્વાસનો મત લઇને સત્તા સ્થાને બેઠેલા શહેરી બાવા ચોરી ઉપરથી સીનાચોરીના ખેલો રમી પ્રજાના લીધેલા મતોનું વળતર ચૂકવતા જોવા મળી રહ્યા છે.

દરમિયાન આ વિફરેલી મહિલા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ નગરસેવક સામે ફરિયાદ કરવા ગયેલી મહિલાની ફરિયાદ પોલીસ લઇ તેને ન્યાય અપાવશે કે કેમ તેવા સવાલો નગરજનોમાં ર્ચચાઇ રહ્યા છે.

આ તમામ બાબતો ઉપજાવી નાખેલી છે
હું તો કુરાન શરીફ વાંચવા બેઠો હતો. ત્યારે મારા કામ કરતા મજૂરને ગાળો દેતાં મજૂરે આવીને મને ફરિયાદ કરી હતી. આથી કુરાન શરીફ મૂકી હું આ અંગે એને કહેવા ગયો હતો. આમાં બીજી કોઇ વાત છે જ નહીં. આ તમામ બાબતો આ લોકો દ્વારા ઉપજાવી નાખવામાં આવી છે. અત્યાર સુધી હું એ કોઇની પણ સાથે ઝઘડા કર્યા જ નથી. કે કંઇ પણ ખોટું કર્યું નથી. - સલીમ ઘાંચી, કોર્પોરેટર

વર્ષોથી સતત ચૂંટાઇને આવતા વિસ્તારના જનસેવકને શું કાયદાનું ભાન નથી
વોર્ડ 3ના વારંવાર ચૂંટાઇ આવતા વિસ્તારના જનસેવક સલીમભાઇ ઘાંચીએ પોતે સરકારી જગ્યામાં જ મકાન બનાવ્યું છે. તેમ છતાં શૌચાલય બનાવવા માટે તેણે પેવરબ્લોક નાખવા દીધા નહોતા. આજે સત્તાનો દુરુપયોગ કરી પોતાનો કક્કો ખરો કરવા તેણે પાવડો લીધો તો શું તેને જનસેવક કહેવાય?

અન્ય સમાચારો પણ છે...