તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની કટોકટી:ડભોઈની વિનાયક હોસ્પિટલમાં મધરાતે ઓક્સિજન ખૂટતાં રેફરલ મદદે આવ્યું

ડભોઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડભોઈની વિનાયક હોસ્પિટલમાં મધરાતે ઓક્સિજન ખૂટી પડતાં કોરોના દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા હતા. રેફરલ હોસ્પિટલે છ સિલિન્ડર પરત આપવાની શરતે મદદરૂપે આપ્યા. - Divya Bhaskar
ડભોઈની વિનાયક હોસ્પિટલમાં મધરાતે ઓક્સિજન ખૂટી પડતાં કોરોના દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા હતા. રેફરલ હોસ્પિટલે છ સિલિન્ડર પરત આપવાની શરતે મદદરૂપે આપ્યા.
 • નગર સેવકોને જાણ થતાં ડીએચઓને ઓક્સિજન માટે ભલામણ કરી
 • રેફરલ હોસ્પિટલે પાછા આપવાની શરતે 6 ઓક્સિજન સિલિન્ડર આપતાં હાંશકારો

ડભોઇની શિનોર ચોકડી પાસે આવેલી વિનાયક હોસ્પિટલમા કોરોના દર્દીઓને સારવાર અર્થે દાખલ કરાયેલા છે. ખાનગી હોસ્પિટલ હોય કેટલાક પોઝિટિવ દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ દાખલ હતા. શુક્રવારે મધ્યરાત્રીના કોરોનાના દર્દીઓનો ઓક્સિજન ખુટી પડતા દોડધામ મચી ગઈ હતી. નગર સેવકોને ઓક્સિજન ખતમ થઈ ગયેલ હોવાની જાણ થતા ગંભીરતાને ધ્યાને રાખી રેફરલ હોસ્પિટલના તાલુકા આરોગ્ય અધિકારીને માનવતાના ધોરણે છ જિંદગી બચાવી લેવા ભલામણ કરાતા આખરે ઓક્સિજનના છ સિલીન્ડર રેફરલમાંથી અપાતા હાંશકારો મળ્યો હતો.

ઓક્સિજન ખુટી પડતા રાજ્યની કેટલીક હોસ્પિટલોમા કોરોના દર્દીઓના મરણ થયા હોવાના દાખલા મળી રહ્યા છે. ત્યારે ગતરોજ ડભોઇની શિનોર ચોકડી પાસે આવેલ વિનાયક હોસ્પિટલમા દાખલ કોરોનાના છ દર્દીઓના ઓક્સિજન સિલીન્ડર પણ ખાલી થઈ જવા પામ્યા હતા. જેની જાણ હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીના સગાઓ અને નગરના સેવાભાવી વ્યક્તિઓને કરતા મધ્યરાત્રીના નગર સેવક એચ.વી.શાહ (માસ્તર), પાલિકાના કારોબારી ચેરમેન વિશાલકુમાર શાહ, કાલીભાઇ સિંધી, નુરભાઇ, ઇલ્યાસ, સહીતના કેટલાક સેવાભાવી વ્યક્તિઓએ ભાજપા અગ્રણી અશ્વિનભાઇ પટેલ (વકીલ)નો સંપર્ક કરી શિનોર ચોકડી ખાતે ભેગા થયા હતા.

ઓક્સિજન માટે શુ કરવુની મથામણમા પ્રથમ દર્દીઓ સિફ્ટ કરવાનો વિચાર કર્યો હતો. જે બાદમા ઓક્સિજન સિલીન્ડર મેળવવા પ્રયત્ન થયા હતા. આખરે છ જિંદગીનુ વિનાયક હોસ્પિટલમાં જોખમ ઉભુ થતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગુડીયારાણીસિંહાનો સંપર્ક કરી સઘળી હકીકત જણવાતા માનવતાના ધોરણે પ્રથમ દૃષ્ટીએ જ છ જિંદગી બચાવી લેવાનુ નક્કી કરી છ સિલીન્ડર પરત આપવાની સરતે ફાળવી આપતા ઓક્સિજન પહોંચતા જ વિનાયક હોસ્પિટલમા દાખલ દર્દીઓના જીવને રાહત થવા પામી હતી. જ્યારે નગરજનોએ આરોગ્ય અધિકારી ડો. ગુડીયારાણી સહીત તમામ સેવાભાવી લોકોના કામની પ્રસંશા કરાઇ હતી.

ખાનગી હોસ્પિટલમાં છ માનવ જિંદગી બચાવવા મદદ પહોચાડાઈ
ગત મોડીરાત્રીએ નગર સેવકોના સતત કોલ આવ્યા હતા. તેઓએ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જતાં ઓક્સિજન સિલિન્ડરની માંગણી કરી હતી. હું સિલિન્ડર આપવાની સ્પષ્ટના પાડી હતી. પરંતુ છ જિંદગી જોખમમાં હોવાનું જાણી માનવતાના ધોરણે પલભરનો વિચાર કર્યા વિના સિલિન્ડર આપ્યા હતા. -ડો. ગુડિયારાની સિંહા, તાલુકા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો