તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:યુવાનનું સ્કૂટર સ્લીપ થઇ જતાં ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યાં

ડભોઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઈના યુવકનું ટ્રકની અડફેટે ઘટના સ્થળે મોત નિપજ્યું. - Divya Bhaskar
ડભોઈના યુવકનું ટ્રકની અડફેટે ઘટના સ્થળે મોત નિપજ્યું.
 • દૂધના પાઉચ આપવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત
 • ભાગી છૂટનાર ટ્રકની CCTVના ફૂટેજ આધારે તપાસ શરૂ

ડભોઇ મહુડીભાગોળ વિસ્તારમાં રહેતો યુવાન દૂધનો ધંધો કરતો હોય વહેલી સવારે ગ્રાહકોને એક્ટીવા પર દૂધના પાઉચ આપવા નીકળ્યો હતો. જે પરત આવતા લાટી બજાર પાસે તેનું એક્ટીવા સ્લીપ ખાતે પાછળથી આવેલ ટ્રકના તોતીંગ પૈડા યુવાન પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ડભોઇ પોલીસે યુવાનના ભાઇની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી ભાગી છૂટનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી સાજીદહુશેન ઇસ્માઇલભાઇ ભુતવાલા ઉ.વ.45 રહે. મહુડીભાગોળ, ખાટકીવાડ, ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ મહેસાણાની આબાદ દૂધ ડેરીના પાઉચ વેચવાનો ધંધો કરતા હોય રાબેતા મુજબ તેમનો નાનોભાઇ નામે શબ્બીરહુશેન ગ્રાહકોને દૂધ પહોંચાડવા માટે એક્ટીવા લઈને વડોદરી ભાગોળ તરફે ગયો હતો. જ્યાથી પરત આવતા સ્ટેટ બેન્ક, લાટીબજારથી ઘર તરફ આવતા તેની એક્ટીવા સ્લીપ ખાઇ જતા પાછળથી આવતી ટ્રકના તોતીંગ પૈડા તેના શરીર પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા પરિવારના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનું પંચંક્યાસ કરી રેફરલ હોસ્પિટલમાં લાશનું પી.એમ.કરાવી પરિજનોને સુપ્રત કરી અકસ્માત બાદ ભાગી છૂટનાર ટ્રકની સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો