નદીઓ ગાંડીતૂર બની:અરણ્યા ગામ હેરણ નદીના પૂરને પગલે સંપર્ક વિહોણું થયું

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેરણનદીમાં પૂરને પગલે ભિલોડિયા-અરણ્યા વચ્ચે સંપર્ક ખોરવાયો. - Divya Bhaskar
હેરણનદીમાં પૂરને પગલે ભિલોડિયા-અરણ્યા વચ્ચે સંપર્ક ખોરવાયો.

ડભોઇ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે ડભોઇ તાલુકામાંથી પસાર થતી હેરણનદી પણ ગાંડીતૂર બનતાં તાલુકાનું છેવાડાનું ગામ અરણ્યા સંપર્ક વિહોણું બન્યું છે. 300ની વસ્તી ધરાવતા આ ગામના લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. હેરણ નદીના પાણી ભિલોડિયા અને અરણ્યા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે.

જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે રોજિંદી અવર જવર બંધ રહેતા 300 ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમા છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જેને પગલે હાલ અરણ્યા ગામના લોકોની હાલાકીમાં વધારો થયો છે. તો શાળાએ બાળકો જઇ શકતા નથી. તો 300 ઉપરાંત ગ્રામજનોને ખાવાપીવાની સહિતની હાલાકી ભોગગવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...