તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ શહેર લાઇટ ડેકોરેશન ફરાસખાના એસોસિએસન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આવેદન પત્રમા જણાવ્યા મુજબ પાછલા એક વર્ષથી કોરોના મહામારીને લઈ ફરાસખાનાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની પરિસ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ છે. કોરોના મહામારીમા લોકડાઉન અને કરફ્યુની હાલતમા તેમજ લગ્ન પ્રસંગો અને ઉત્સવો પર પ્રતિબંધ અને મર્યાદીત વ્યક્તિઓને જ મંજુરી મળતી હોવાથી પાર્ટી પ્લોટો, મંડપ, ડેકોરેશન સહીત તમામ વેપાર પડી ભાંગ્યો છે.
હજુ કળ વળી નથી. જેથી આગામી સમયમા સરકારી પ્લોટો, ગોડાઉનો ફરાસખાનાના માલીકોએ ભાડે રાખેલ હોય તો તેના ભાડા માફ કરવા. તેમજ વેપાર ધંધા માટે કરફ્યુ અને લોકડાઉનના સમયમા છુટછાટ સાથે રાહત આપવાની માંગ કરતુ આવેદન ડભોઇ મામલતદારને પાઠવાયુ હતુ.
કોરોના મહામારીમા લગ્નોત્સવો રદ થવા સાથે મેળાવડા, સભા સરઘસો પર પ્રતિબંધની સાથે કરફ્યુ અને લોકડાઉનને કારને ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા. માંડ ચાલુ વર્ષે વેપાર ધંધાની શરૂઆત થતા જ ફરી કોરોના મહામારીએ માથુ ઉચકતા તેમજ મરણ અને સંક્રમણ વધતા ફરી સરકારી ગાઇડ લાઇનનુ પાલન કરવા સાથે લોકડાઉન અને કરફ્યુના ભણકારા વાગતા ધંધા, વેપાર પડી ભાંગવાનુ નક્કી સમજાઇ જતા ફરાસખાના એસોસીએસન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લગ્નોત્સવ જેવા પ્રસંગોમા 500 વ્યક્તિની છુટ આપવા સાથે કરફ્યુ બહારના વિસ્તારમા ફરાસખાનાનો સામાન, મજુર, સાધન સામગ્રી લઈ જવા લાવવા માટે કોઇ રોકટોક ન રહે. તેમજ કરફ્યુનો સમય રાત્રે 11થી શરુ કરવાની માંગ કરતુ આવેદન પાઠવાયુ હતુ.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.