ડભોઇ તાલુકાના રાજલી ગામે મગર છેલ્લા ઘણા સમયથી તળાવમા હોઇ ગ્રામજનોમા ભયનો માહોલ હતો. આશરે 4 જેટલા મગર હોવાની આશંકા સેવાઇ રહી છે. ત્યારે ડભોઇ વન વિભાગમા ફોરેસ્ટર કલ્યાનીબેન ચૌધરીને જાણ કરાતા 2 દિવસમા 2 મગર ઝડપી પાડી ગ્રામજનોને રાહત આપી છે. ગત રોજ રાજલી તળાવમાંથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યા બાદ પાંજરું મુકવામાં આવ્યું હતું. મોડી રાત્રે વધુ એક 11 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાયો હતો. મગરને જોવા ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા.
જ્યારે ડભોઇ વનવિભાગ અને ડભોઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના અવી બારોટ, ભાર્ગવ ભટ્ટ, અલય શાહ, વિપુલ વસાવા અને ધવલ પરમાર દ્વારા મગરને વનવિભાગમા ફોરેસ્ટર કલ્યાનીબેન ચૌધરીને સાથે રાખી મગરને ઝડપી વનવિભાગ લઇ આવ્યા હતા. બાદ વનવિભાગ દ્વારા મગરને રહેનાક વિસ્તારથી દુર છોડી મુકવા તેમજ અન્ય મગર જે રાજલી તળાવમા હજી પણ હોવાની આશંકા છે. તે માટે પુનઃ પાંજરું મુકવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.