રોષ:ડભોઈ - માંજરોલ વાયા પુનીયાદ - સાધલીની બસો ચાલુ ન કરાતાં રોષ

સાધલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ ડેપો પાસે પૂરતા વાહનો નથી, એમ જણાવાય છે

વડોદરા એસ.ટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા ચલાવવામાં આવતી ડભોઈ - માજરોલ - ડભોઈ વાયા પુનિયાદ - ભેખડા - અચીસરા . અવાખલ - સાધલીની બસો ચાલતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે બંધ કરવા આવી હતી. જે હજી સુધી ચાલુ કરવામા આવી નથી. જેના કારણે સ્કુલ, કોલેજ, ITIમાં અભ્યાસ કરવા માટે આવતા જતા વિદ્યાર્થીઓની હાલત ખુબ જ કફોડી જોવા મળી રહી છે. \

ડભોઈ ડેપો દ્વારા વષોઁથી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બે ટાઈમ બસ ચાલતી હતી. જે સવારે ડભોઈ ડેપોમાંથી 8-50કલાકે અને બીજી બપોરે 16-10 કલાકે ઉપડતી હતી. આમ બે ટાઈમ બસ ડભોઈ - માંજરોલ - ડભોઈની બસ હતી. પરંતુ સ્કૂલો ચાલુ થયે છ માસ ઉપરાંત સમય થયો. હજી સુધી બસના કોઈ ઠેકાણા નથી. એક દિવસ આવે છે. બે દિવસ નથી આવતી. વિદ્યાર્થીઓ ખુબ જ હેરાન થાય છે.

આ બસમા છ ગામના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. આ બસ માટે માજરોલ ગામના સરપંચ તથા રેલ એન્ડ રોડ પેસેન્જર એસો.ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ સાધલી દ્વારા લેખિત - મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહિ કરાતી નથી. વિદ્યાર્થી તથા મુસાફરોનુ કહેવું છે કે માજરોલની બસને બીજા રુટ પર મોકલી દેવામા આવે છે. આ બાબતે વડોદરા વિભાગના DTO અને ડભોઈ ડેપો મેનેજર તથા ડભોઈ ડેપોના ITIને વારંવાર રજુઆત કરવા છતાં પણ બસ ચાલુ કરવામા આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...