ડભોઇની વડોદરી ભાગોળ પાસે ખુલ્લી જગ્યામા વડોદરાના દિવાળીપુરા વિસ્તારના રહીશની કારનો ડાબી બાજુ પાછળનો કાચ તોડી કારમા મુકેલો થેલો જેમા લેપટોપ કિ. રુ. 25,000 તેમજ રોકડા રુપિયા 10,000 અને ચેકબુક નંગ-2, એટીએમ કાર્ડ નંગ-2 સહીતનો ઉદ્દામાલ મુકેલ થેલો કાઢી અજાણ્યો ઇષમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ તરપણભાઇ શૈલેષભાઇ શાહ રહે. દિવાળીપુરા, વડોદરાની ફરીયાદમા જણાવ્યા મુજબ 18 અપ્રિલે તેઓ પોતાની ટાટા હેરીયલ કાર જેનો નંબર – GJ-06-PG-2089 લઈને ડભોઇ આવ્યા હતા.
જે કાર વડોદરી ભાગોળ પાસેની ખુલ્લી જગ્યામા પાર્ક કરી કામ અર્થે ગયા હતા. ત્યારે અવર જવર નહીવત હોવાનો ફાયદો ઉઠાવી અજાણ્યા ચોર ઇષમે કારની ડાબી બાજુનો પાછળનો કાચ તોડી કારમા મુકેલો થેલો ઉઠાવી ફરાર થઈ ગયો હતો. થેલામા લીનોવા કંપનીનું લેપટોપ, ચેકબુક નંગ-2, એટીએમ કાર્ડ નંગ-2 તેમજ રોકડા રુપિયા 10,000 સહીતનો મુદ્દામાલ મુકેલ હતો. બનાવની જાણ કાર માલીકને થતા તેઓએ સ્થળ તપાસ કરી પોલીસને જાણ કરતા પોલીસે કાર માલીકની ફરીયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.