તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી શરૂ:ડભોઇના ગૌરવપથ પરના રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવાશે

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌરવ પથની સ્ટ્રીટલાઇટો ડિવાઈડર અને રેલિંગ તોડી રસ્તો સાફ કરી આપવાની કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
ગૌરવ પથની સ્ટ્રીટલાઇટો ડિવાઈડર અને રેલિંગ તોડી રસ્તો સાફ કરી આપવાની કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવી છે.
  • તંત્ર દ્વારા નોટિસ મળતાં સ્ટ્રીટલાઇટો, ડિવાઈડર અને રેલિંગ તોડવાની કામગીરી શરૂ થઈ

ડભોઇના ગૌરવ પથ પર રેલવેના ઓવરબ્રિજ પથરાવવાના શ્રીગણેશ થતા મા લક્ષ્મી ચોકથી પુંજી બા પાર્ક સોસાયટીના નાકા સુધી આજુબાજુમાં આવેલી સોસાયટીઓના રહીશોમાં દ્વિધાઓ ઊભી થઈ ચૂકી છે. તંત્ર દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારતા શુક્રવારથી વીજપોલ તેમજ રેલિંગ તોડી ઓવરબ્રિજ માટે રસ્તો સાફ કરવાની પણ શરૂઆત થઇ ચૂકી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઇ એશિયા ખંડનું નેરોગેજનું સૌથી મોટામાં મોટું ડભોઇ જંક્શન રેલ્વે સ્ટેશનની પણ હવે કાયાપલટ થઈ ગઈ છે. જંક્શનના તમામ ફાટાઓનું બ્રોડગેજમાં રૂપાંતર થઈ ચૂક્યું છે.

એટલું જ નહીં વડોદરાથી વાયા ડભોઇ થઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુપર ટ્રેન દોડાવવાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. આવા સંજોગોમાં ડભોઇ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા અને ડભોઇ ખાતે સરિતા ફાટક પર ઓવરબ્રિજના નિર્માણ કરવાનું પણ કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ડભોઇ માટે ફરીદા ફાટક પરના ઓવરબ્રિજ બે ફાંટામાં બનાવવાની કાર્યવાહીના તકતા ગઢાઈ ચૂક્યા છે.

જેમાં એક માર્ગ સીધો રાજ્ય ધોરીમાર્ગ પર સીધો સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જ્યારે બીજો ફાંટો મહાલક્ષ્મી ચોકથી પુંજી બા પાર્કના નાકા સુધી નગરમાં પ્રવેશ માટેનો બનાવવાનું આયોજન હોય હવે આ કામના શ્રીગણેશ કરવાની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા નગરપાલિકાને નોટિસ આપતા મા લક્ષ્મી ચોકથી નગર તરફ જતો એ ગૌરવ પથ પર હવે રેલ્વે નિર્માણનો ઓવરબ્રિજ પથરાશે. આ માટે નગરપાલિકા દ્વારા પણ ગૌરવપથ પર લગાવવામાં રેલિંગ, ડિવાઇડ તોડી બ્રિજ નિર્માણ માટે રસ્તો મોકળો કરી આપવાના શુક્રવારથી શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે.

જેને લઇ અને આ માર્ગ પર આવેલી આશીર્વાદ શ્રીજી આયુષ દયારામ નગર વિજયા પાર્ક આ તમામ સોસાયટીના રહીશોમાં દ્વિધાઓ ઊભી થઈ ચૂકી છે. એટલું જ આ રોડ પર કેટલાય શોપિંગ સેન્ટર છે. જે શોપિંગ સેન્ટરના દુકાન ધારકોમાં તેઓનો ધંધો પડી ભાગશેની ચિંતાઓ ઊભી થઈ ચૂકી છે.

પરંતુ ડભોઇ નગરના વિકાસ સાથે બ્રેડ નિર્માણનું કામ કાજ જોડાયેલું હોય હસીને લોટ ફાકવા જેવી સ્થિતિ આ વિસ્તારના રહીશોની હાલ જોવા મળી રહી છે. જોકે તંત્ર દ્વારા ડભોઇ નગરપાલિકાને નોટિસ ફટકારતા નગરપાલિકા દ્વારા તો શુક્રવારથી આ ગૌરવપથ ઉપરની સ્ટ્રીટલાઇટો ડિવાઈડર, રેલિંગ તોડવાના કામકાજના શ્રીગણેશ થઈ જતા કંઈ કેટલાય અંજાન રહીશોમાં તો આશ્ચર્ય ફેલાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...