બેદરકાર ડ્રાઇવર:પલાસવાડા નજીક પૂરપાટ આવી રહેલી ટ્રકે રેલ ફાટકને તોડી નાખ્યું

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમરજન્સી ટોપ બોર્ડ લગાવી ટ્રેન પસાર કરવી પડી

ડભોઇ-વડોદરા હાઈવે પર આવેલ તાલુકાના પલાસવાડા પાસે રેલવે ફાટક છે. સોમવારે ટ્રેન આવી રહી હતી. તે દરમિયાન ફાટક કર્મચારી દ્વારા ફાટક બંધ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક હાઇવા ટ્રક ફૂલ સ્પીડમાં આવીને રેલવે ટ્રેકનો સિગ્નલ તોડી નાખતા ટ્રક પાટાની નજીક અટકી ગઈ હતી. રેલવેના સત્તાવાળા દ્વારા બોર્ડ દ્વારા ફાટક બંધ કરી ટ્રેન પસાર કરાવી હતી.

ટ્રક ફસાઇ જતા ભારે ટ્રાફિક જામના સર્જાયો હતો. ટ્રક ચાલક સામે રેલવે સત્તાવાળાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફીકમાં ફસાઈ હતી. સદભાગ્યે કોઇ મોટી દુર્ઘટના નહીં સર્જાતા સૌને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...